હૈદરાબાદ: દક્ષિણ પૂર્વ એશિયામાં કોરોનાવાઇરસના કેસો વધી રહ્યા છે, ત્યારે ડબ્લ્યુએચઓએ શુક્રવારે રાષ્ટ્રોને જાહેર આરોગ્ય અને સામાજિક પગલાંને સમાપ્ત કરતાં પહેલાં ‘પુરાવા-માહિતગાર પગલાં લેવા’ અને સ્થાનિક રોગચાળા જોખમનું કાળજીપૂર્વક મૂલ્યાંકન કરવા ચેતવ્યા હતા .
ડબ્લ્યુએચઓ ના દક્ષિણ-પૂર્વ એશિય ના પ્રાદેશિક નિયામક ડૉ. પુનમ ખેત્રપાલ સિંગે જણાવ્યું હતું કે, કોવીડ-19 ના સ્થાનિક રોગચાળા પર તેમજ હોટ-સ્પોટ અને ક્લસ્ટરોને ઓળખવા, કેસો શોધી અલગ કરવા , સંસર્ગનિષેધ માટેના સંસાધનો અને પ્રતિસાદકારોની ક્ષમતા પર ધ્યાન કેન્દ્રિત કરવુ જોઈએ,
પ્રાદેશિક નિયામક, જેમણે આગામી 73 મી વર્લ્ડ હેલ્થ સત્ર માટે 11 સભ્ય-દેશોના આરોગ્ય અધિકારીઓ સાથે આભાસી મીંટીગ કરી હતી તેમણે જણાવ્યું હતું કે 13 જાન્યુઆરીએ થાઇલેન્ડ કોવિડ -19 નું આયાત કરનાર પ્રથમ ક્ષેત્ર હોવા છતાં , અભૂતપૂર્વ શારીરિક અંતરના પગલાં સહિતના આક્રમક પગલાએ વિશ્વના અન્ય ભાગોની તુલનામાં કેસની સંખ્યા ઓછી રાખવામાં મદદ કરી છે.
ડૉ. સિંહે જણાવે છે કે: "દેશો હવે‘સામાજિક અને આર્થિક જીવન કાર્ય કરી શકાય તેવા "નવા સામાન્ય" તરફ વળવાની તૈયારી કરી રહ્યા છે જેમાં, સંપૂર્ણ સરકાર અને સંપૂર્ણ સમાજનો અભિગમ નિર્ણાયક રહેશે.”
કોવિડ -19 ને કારણે આ પ્રદેશમાં લગભગ 122,000 કેસ છે અને 4,000 મૃત્યુ છે.
આ કેસો વધી રહ્યા છે અને આ ક્ષેત્રના દેશો વિવિધ સંક્રમણ ની પરિસ્થિત્માં છે.
પ્રત્યેક સંક્રમણ ની પરિસ્થિતિમાં, જાહેર સ્વાસ્થ્યનાં મુખ્ય પગલાંઓ માં - કેસ ઝડપથી શોધી કાઢવા, પરીક્ષણ કરવા, અલગ કરવા, સંભાળ રાખવા અને સંપર્કોને શોધવુ મહત્વનું છે તેવુ પ્રાદેશિક નિયામકે જણાવ્યું હતું.
તેમણે વધુમાં ઉમેર્યુ હતુ કે આગળ જતા આપણે આ પગલાં વધુ ભરવાની જરૂર છે."
આવનારા સમયગાળામાં કોવીડ -19 ના ફેલાવાને નિયંત્રણ અને દબાવવા માટે, આરોગ્ય સેવાઓને મજબૂત કરી અને જાળવવી પડશે અને સલામત, સ્વસ્થ રહેવા માટે એકબીજાને મદદ કરવા તમામ પ્રયત્નો કરવા જોઈએ, એમ પ્રાદેશિક નિયામકે જણાવ્યું હતું.
સપ્ટેમ્બર 2019 માં સભ્ય દેશોએ દક્ષિણ-પૂર્વ એશિયા ક્ષેત્રમાં કટોકટીની તૈયારી અંગે દિલ્હી ઘોષણા સ્વીકાર્યું હતુ.
પ્રાદેશિક નિયામકે જણાવ્યું હતું કે, ઘોષણા સમયસર હતી અને અમે આ અભિગમને આખા ક્ષેત્રમાં ઉપયોગમાં લેતા જોઈ રહ્યા છીએ.
તેમણે જણાવ્યુ હતું કે "આવશ્યક દવાઓ અને ચીજવસ્તુઓની વૈશ્વિક તંગી ઉપરાંત,વૈશ્વિક વસ્તીના એક ચતુર્થાંશ અને અપ્રમાણસર રોગના ભાર સાથેનો ક્ષેત્ર, ઉચ્ચ વસ્તી ગીચતા, વિશાળ-શહેરી ઝૂંપડપટ્ટીઓ, સ્થળાંતર જૂથો, સામાજિક-આર્થિક ચાલકો જે શારીરિક અને સામાજિક અંતરના પાલનને અસર કરે છે તેને ધ્યાને લેતા, સંવેદનશીલ છે. ડૉ .સિંહે જણાવ્યું કે, આપણે લાબાં સમય સુધી આ પરિસ્થિતિમાં રહીશું અને તેમાં કોઈ ભ્રમણા હોઈ શકે નહીં.