ETV Bharat / bharat

કોરોનાના ભય વચ્ચે સાયબર ક્રાઇમની સમસ્યા

author img

By

Published : Apr 17, 2020, 12:03 AM IST

એક સૉફ્ટવેર એન્જિનિયર ઘરેથી કામ કરી રહ્યો હતો. દરમિયાન તેને એક ઇમેઇલ Kovid-19 એવી સબ્જેક્ટ લાઇન સાથે મળ્યો. તેણે ક્લિક કર્યું ત્યારે તેને ખ્યાલ ના રહ્યો કે તેણે લેપટોપમાં આ સાથે માલવેરને પ્રવેશ માટેનો માર્ગ પણ મોકળો કરી આપ્યો. તેના મારફત સાયબર ધૂતારાઓએ તેની સૉફ્ટવેર કંપનીના ઇન-હાઉસ નાણાંકીય ટ્રાન્ઝેક્શનની માહિતી મેળવવાનું શરૂ કરી દીધું. સાથે જ કંપનીના નાણાં ગુપચાવવાનું પણ શરૂ કરી દીધું.

Etv BHarat
cyber crime

ન્યૂઝ ડેસ્કઃ ધોરણ ભણતા વિદ્યાર્થીએ ઓનલાઇન ક્લાસ માટે કમ્પ્યુટર શરૂ કર્યું કે તેનો સ્ક્રીન જામ થઈ ગયો. તેના પર મેસેજ મળ્યો કે અમુક રકમ મોકલી આપો તો જ તમારું પીસી ચાલશે. આ રીતે કમ્પ્યુટર પર કબજો જમાવીને લાગો માગવામાં આવે તેને 'રેન્સમ વેર' કહેવામાં આવે છે.લૉકડાઉનના કારણે હાલમાં ઘરેથી કામ કરવાનું વધ્યું છે. તે સ્થિતિનો લાભ સાયબર છેતરપિંડી કરનારા બદમાશો ઉઠાવી રહ્યા છે. આ ધૂતારાઓ સમગ્ર પરિવારને છેતરી રહ્યા છે. નાણાં પડાવી લેવા ઉપરાંત સંબંધોને પણ ખરાબે ચડાવવાનું કામ ગુનેગારો કરી રહ્યા છે.

સમય પસાર કરવા માટે સાડી ચેલેન્જ ચાલતી હોય છે. તેમાં સ્ત્રીએ સરસ રીતે સાડી પહેરીને તૈયાર થવાનું તસવીરો પોસ્ટ કરવાની. હરામખોરો આ તસવીરોનો ઉપયોગ કરીને વેવિશાળ માટેની વેબસાઇટમાં છેતરપિંડી કરે છે. તસવીરો ઉપયોગ કરીને બીજાને ફ્રેન્ડશીપ માટે પણ લલચાવીને ફસાવામાં આવે છે. સાયબર એક્સપર્ટ કહે છે કે તેનો ઉપયોગ પોર્નોગ્રાફિક વેબસાઇટ્સ માટે પણ થાય છે. જાણકારો કહે છે કે લૉકડાઉન પછી આવા ઓનલાઇન ફ્રોડમાં 12% વધારો થયો છે. ખાસ કરીને ફેસબૂક પર ફિમેલ એકાઉન્ટમાંથી ફ્રેન્ડશીપ રિક્વેસ્ટ વધી છે. આ ફેક એકાઉન્ટ્સ હોય છે.

સાડી ચેલેન્જની જેમ ફેમિલી ચેલેન્જ પણ ચાલુ થઈ છે. તેમાં પતિ-પત્નીએ તસવીર મૂકવાની હોય છે. આ તસવીરમાંથી પતિના ચહેરાને મોર્ફ કરીને ફેરવી નાખવામાં આવે છે અને ગેરકાયદે રીતે બીજી વેબસાઇટ પર ચડાવી દેવામાં આવે છે. ત્યારબાદ પત્નીને બ્લેકમેઇલિંગ કરવાનું શરૂ કરી દેવામાં આવે છે.

ઘરેથી કામ કરતા સાવધાન

ઘરેથી લોકો મોટા ભાગ વાઇફાઇ પર કામ કરતાં હોય છે. થોડી કંપનીઓ જ સલામત એવી 'વર્ચ્યુઅલ નેટવર્ક સિક્યુરિટી' પૂરી પાડે છે. WiFiમાં હેક કરવું સહેલું હોવાથી સાયબર ચોરો કંપનીના નેટવર્કમાં ઘૂસી જાય છે. કર્મચારીના લેપટોપમાંથી કંપનીની અને ક્લાયન્ટની માહિતી પણ ચોરી લેવામાં આવે છે. બાદમાં તેનો ઉપયોગ કરીને ઓનલાઇન ઉચાપત કરવામાં આવે છે.

માહિતીના નામે છેતરપિંડી

કોરોના સંકટનો ઉપયોગ કરીને ધૂતારાઓ ધાડ પાડી રહ્યા છે. કોરોના વિશે ઉપયોગી માહિતી એમ કરીને એટેચમેન્ટ મોકલવામાં આવે છે. અસાવધ થઈને યુઝર એટેચમેન્ટ ડાઉનલોડ કરે તે સાથે જ લેપટોપ કે સ્માર્ટપોનમાં વાયરસ ઘૂસી જાય છે. સિસ્ટમ હેન્ગ થઈ જાય અને બ્લેન્ક સ્ક્રીન મળે. તે પછી ધમકી સ્ક્રીન પર આવે કે નાણાં ચૂકવી આપો નહિતો તમારી સમગ્ર સિસ્ટમ કરપ્ટ કરી નાખવામાં આવશે.
કિલોગર સૉફ્ટવેર પણ ઘૂસાડી દેવામાં આવે છે. તેના કારણે યુઝર નેમ, પાસવર્ડ, પીન વગેરે જે કંઈ ખાનગી માહિતી ટાઇપ કરવામાં આવે તે ચોરી લેવામાં આવે છે.

સાવધાની સૌથી સલામત રસ્તો

સાયબર ચોર માહિતી ચોરીને છેતરપિંડી કરે છે અને સોશ્યલ મીડિયામાંથી મળી જતી વ્યક્તિગત માહિતી અને તસવીરોનો ઉપયોગ પણ બ્લેકમેઇલ કરવા માટે કરે છે. હંમેશા સાવધાની રાખવી કે કોઈ અંગત માહિતી કોઈ મીડિયા પર મૂકવી જોઈએ નહિ.યુવતીઓએ વિશેષ કાળજી લેવી. તેમની તસવીરોનો દુરુપયોગ થાય છે. અજાણ્યો ઇમેઇલ ક્યારેય ખોલવા નહિ કે કોઈ એટેચમેન્ટ ડાઉનલોડ કરવું નહિ.

અજાણી કંપનીના વીડિયા ગેમ્સ કે એપ્સ પણ ડાઉનલોડ ના કરો. વિદ્યાર્થીઓએ ભળતા નામ ધરાવતી શૈક્ષણિક સંસ્થાના કોર્સ મટિરિયલ ઓપન કરવા જોઈએ નહિ.
નિયમિત રીતે એન્ટી-વાયરસ અપડેટ કરવા જોઈએ. ઓપરેટિંગ સિસ્ટમ પણ નિયમિત રીતે અપડેટ કરતી રહેવી જોઈએ.
કોઈ પણ સંજોગોમાં ઓનલાઇન કે ફોન પર કોઈને ક્યારેય બેન્ક એકાઉન્ટની ડિટેલ્સ કે પીન ના આપો.

- પેંડ્યાલા ક્રિશ્ના શાસ્ત્રી, વિજ્ઞાની અને સાયબર ફોરેન્સિક એક્સપર્ટ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.