ETV Bharat / bharat

દિલ્હી સરકારનો મોટો નિર્ણય, બેન્ક્વેટ હોલ અને સ્ટેડિયમમાં આઇસોલેશન બેડની કરાશે વ્યવસ્થા - દિલ્હીમાં કોરોનાના સમાચાર

કોરોના સંક્રમિત લોકોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને, દિલ્હી સરકાર હવે બેન્ક્વેટ હોલ અને સ્ટેડિયમમાં પણ આઇસોલેશન બેડની વ્યવસ્થા કરી રહી છે.

દિલ્હી સરકારનો મોટો નિર્ણય, બેન્ક્વેટ હોલ અને સ્ટેડિયમમાં આઇસોલેશન બેડની વ્યવસ્થા કરાશે

author img

By

Published : Jun 11, 2020, 8:41 PM IST

નવી દિલ્હી : મંગળવારે લેફ્ટનન્ટ ગવર્નર સાથેની મુલાકાત બાદ મીડિયા સાથે વાત કરતા દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયાએ કહ્યું હતું કે, દિલ્હીમાં કોરોના સંક્રમિતની સંખ્યા વધી રહી છે,તેને જોતા આશંકા છે કે 31 જુલાઈ સુધી રાજધાનીમાં સંક્રમણના આંકડા સાડા પાંચ લાખ સુધી પહોંચી શકે છે. આટલી મોટી સંખ્યામાં ચેપના કેસોને ધ્યાનમાં રાખીને, દિલ્હી સરકાર આ વ્યવસ્થા કરવા જઇ રહી છે.

જોકે , ઉપરાજ્યપાલે દિલ્હી સરકારના નિર્ણયને બોલ્યો હતો અને કહ્યું હતું કે તમામ લોકોની સારવાર દિલ્હીના હોસ્પિટલમાં કરવામાં આવશે. મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે એક પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર અને ઉપરાજ્યપાલે જે નિર્ણય કર્યો છે તે મુજબ દિલ્હી સરકાર કામ કરશે.જોકે તેણે ચિંતા વ્યક્ત કરતા કહ્યું હતું કે, દિલ્હીમાં કોરોનાના કેસ સત્તત વધી રહ્યા છે જે ચિંતાજનક છે.

બુધવારે રાત્રે આવેલા દિલ્હી સરકારના હેલ્થ બુલેટિનમાં જાણાવા મળ્યું કે, દિલ્હીમાં કોરોના સંક્રમિત સંખ્યા 32,810 પર પહોંચી ગઇ છે, જ્યારે એક દિવસમાં 1501 નવા કેસ સામે આવી રહ્યા છે અને એક દિવસમાં જ 48 લોકોના મોત નીપજ્યા હતા. કોરોનાને ધ્યાનમાં રાખીને હાલના દિવસની ગંભીરતાનું મૂલ્યાંકન કરવા માટે, 10 દિવસ પહેલાનો ડેટા પર નજર કરીએ તો 1 જૂન, દિલ્હીમાં કોરોના સંક્રમિત 20,834 કેસ હતા, ત્યારે 24 કલાકમાં 1290 નવા કેસ નોંધાયા હતા. ત્યારે 9 લોકોના મોત થયા હતા.જેથી કોરોનાથી મૃત્ય થયેલા લોકોની સંખ્યા 523 થઇ ગઇ છે.

ફક્ત 10 દિવસમાં, ચેપગ્રસ્ત લોકોની સંખ્યામાં આશરે 10 હજારનો વધારો થયો છે, એક દિવસમાં કોરોનાને કારણે પોતાનો જીવ ગુમાવનારા લોકોની સંખ્યામાં 4 ગણો વધારો થયો છે, જ્યારે કુલ મૃત્યુઆંક લગભગ 50 ટકા જેટલો વધ્યો છે. આંકડા દ્વારા જોવામાં આવેલી કોરોનાની ભયાનકતા અંગે સરકાર પણ અજાણ નથી. આરોગ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈને કહ્યું છે કે 30 જૂન સુધીમાં દિલ્હીમાં 15 હજાર પથારીની જરૂર પડશે અને તેઓએ 20 જૂન સુધીમાં આ કામ પૂર્ણ કરવું પડશે.

દિલ્હી સરકારની એક સમિતિના સૂચનોના આધારે, ઉપરાજ્યપાલ વતી ગતરોજ એક આદેશ બહાર પાડવામાં આવ્યો છે, જેમાં દિલ્હીના ઘણા મોટા સ્ટેડિયમમાં વધારાના પલંગની વ્યવસ્થા કરવા કહેવામાં આવ્યું છે. તેમાં પ્રગતિ મેદાન, ત્યાગરાજ ઇન્ડોર સ્ટેડિયમ, ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમ, જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ અને મેજર ધ્યાનચંદ રાષ્ટ્રીય સ્ટેડિયમ શામેલ છે.

આ તમામ સ્ટેડિયમને જરૂરિયાત મુજબ અસ્થાયી હોસ્પિટલમાં ફેરવવું પડશે. જરૂરિયાત મુજબ સરકાર સ્ટેડિયમ ઉપરાંત બેંક્વેટ હોલ, કમ્યુનિટિ હોલ અને વિવિધ હોટલોનો ઉપયોગ કરશે. આરોગ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈને કહ્યું કે આ અંગે તૈયારીઓ ચાલી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.