બેઠકમાં નરેન્દ્ર મોદીને સંસદિય દળના નેતા તરીકે ચૂંટવાનું નક્કી કરવામાં આવ્યું છે. શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે, એલજેપીના રામ વિલાસ પાસવાન અને NDAના નેતાઓ સહિત અનેક નેતાઓ આજે દિલ્હી પહોંચ્યા છે.
લોકસભા ચૂંટણીના પરિણામોમાં ભાજપની આગેવાની હેઠળ NDAએ 353 બેઠકો પર ઐતિહાસિક વિજય મેળવ્યો છે. તો બીજી તરફ કોંગ્રેસે 52 બેઠક હાંસલ કરી છે. ભાજપે ઉત્તર પ્રદેશમાં માયાવતી-અખિલેશ યાદવના ગઠબંધનને માત આપી 80 બેઠકોમાંથી 62 બેઠકો જીતી છે. જ્યારે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી તેમની પરંપરાગત ગણાતી એવી અમેઠી બેઠક પણ નથી બચાવી શક્યા. જો કે સોનિયા ગાંધી રાયબરેલીથી જીત્યા છે.
ઉલ્લેખનીય છે કે, આજે કોંગ્રેસ દ્વારા CWCની બેઠક બોલાવવામાં આવી હતી, જેમાં કોંગ્રેસની હારને લઇને મુખ્ય ચર્ચાઓ કરવામાં આવી હતી.