ETV Bharat / bharat

ચીન દ્વારા PM મોદી સહિત અનેક હસ્તિઓની જસૂસી થતી હોવાના સુત્રો, તપાસ કમિટીનું ગઠન - ભારતીય હસ્તિઓની જસૂસી

ચીની ડેટા કંપની દ્વારા ભારતમાં રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક હસ્તિઓની જાસૂસી કરવામાં આવતી હોવાનું સામે આવ્યું છે. જેને લઈ એક જાસૂસી કમિટીનું ગઠન કરવામાં આવ્યું છે.

Narendra modi
Narendra modi
author img

By

Published : Sep 17, 2020, 7:33 AM IST

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે જાસુસી મામલે એક કમિટીનું ગઠન કર્યુ છે. જે કમિટી દેશની હસ્તિઓની જસૂસી મામલે એક મહિનામાં રિપોર્ટ આપશે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ભારતની 10 હજાર હસ્તિઓ અને સંગઠનોની જાસૂસી થતી હોવાનું સામે આવ્યું છે. તો બીજી બાજુ ચીની રાજદુત સામે વિદેશ મંત્રાલય એ પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો કે ચીન દ્વારા ભારતની પ્રમુખ હસ્તિઓની જાસૂસી કરવામાં આવી રહી છે.

સુત્રો અનુસાર નેશનલ સાઈબર સિક્યોરીટી કો ઓર્ડિનેટર અંતર્ગત આ એક્સપર્ટ કમિટીનું ગઠન કરવામાં આવ્યું છે. આ કમિટી પાસેથી 30 દિવસમાં રિપોર્ટ આપવાની માગ કરવામાં આવી છે. આના અંતર્ગત જેનહુઆ ડેટા લીક મામલે સરકારે આ રિપોર્ટોનુ અધ્યયન કરશે, તેનુ મુલ્યાંકન કરશે અને કાનુનના ઉલ્લંઘન મામલે આકલન કરવા માટે કમિટી બનાવવામાં આવી છે.

આપને જણાવી દઈએ કે સરકારે એ રિપોર્ટ પર ઉંડી ચિંતા વ્યકત કરી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે વિદેશી સોર્સ સહમતિ વિના દેશના નાગરિકોનો વ્યક્તિગત ડેટા સુધી પહોંચી રહ્યાં છે.

કોંગ્રસે આ મુદ્દાને સંસદમાં પણ ઉઠાવ્યો હતો. કોંગ્રેસ સાંસદે સદનમાં કહ્યું હતું કે ચીનની ડિઝિટલ આક્રમતા સામે લડવા સરકારે મજબુત વ્યવસ્થા બનાવવી જોઈએ.

નોંધનીય છે કે એક મીડિયા રિપોર્ટમાં સામે આવ્યું છે કે ચીનની ડેટા કંપનીએ રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, વિપક્ષ નેતાઓ, કેબિનેટ પ્રધાનો, રાજ્યના મુખ્યપ્રધાને અને મુખ્ય ન્યાયધિશ સહિત અનેક હસ્તિઓની જાસૂસી કરી છે અને આ કંપનીનો સંબંધ ચીનની સરકાર સાથે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.