દેશમાં દુષ્કર્મના કેસોમાં દોષી ઠેરવવાનો દર 32.2 ટકા છે, નિર્ભયા દુષ્કર્મની ઘટના બાદ કાયદા કડક બનાવ્યા છતાં આ આંકડા ચોંકાવનારા છે. NCRB (રાષ્ટ્રીય ગુના રેકૉર્ડ બ્યુરો)ના આંકડા મુજબ 2017માં દુષ્કર્મની કુલ સંખ્યા 1,46,201 હતી, પરંતુ તેમાંથી ફક્ત 5,822 લોકોની જ દોષી ઠેરવાઈ.
દુષ્કર્મની ચાર્જશીટનો દર 2013માં 95.4 ટકા હતો, જે 2017માં ઘટીને 86.4 ટકા થઈ ગયો છે.
અલ્વર દુષ્કર્મ બાબતે બચાવ પક્ષના વકીલ શિલ્પી જૈને કહ્યું કે દુષ્કર્મની બાબતોમાં તપાસ કરનારા પોલીસના સ્થાનિક કર્મચારીઓને વધારે કુશળ બનાવવાની જરૂર છે. આ ઘટનામાં ઓડિશાના પૂર્વ પોલીસ મહાનિર્દેશક બી. બી. મોહંતીના પુત્ર બિટ્ટી મોહંતીએ એક વિદેશી પ્રવાસી સાથે દુષ્કર્મ આચર્યું હતું.
વકીલ શિલ્પી જૈને કહ્યું કે, તપાસ કરનારા સ્થાનિક પોલીસકર્મીઓને અનુભવ ઓછો હોય છે, હોદ્દો તેમના માથે ચઢી જાય છે. મોટાભાગના કિસ્સાઓમાં ભ્રષ્ટ્રાચાર પણ થતો હોય છે. એક સહયોગી તપાસકર્તા ઉચ્ચકક્ષાનો અધિકારી હોય છે, જે ચાર્જશીટ દાખલ કરે છે. જેથી કોઇ પણ તથ્યોની ગુણવત્તાની કલ્પના કરી શકે છે.