ડીપી ત્રિપાઠીના નિધન પર NCP નેતા સુપ્રિયો સુલેએ શોક વ્યક્ત કર્યો હતો. તેમણે ટ્વીટ કરી લખ્યું કે, ડીપી ત્રિપાઠીના નિધનના સમાચાર સાંભળીને ખૂબ જ દુખ થયું છે. તેઓ NCPના મહાસચિવ હતા, અને આમારા માટે એક માર્ગદર્શક હતા. જે દિવસે તેમણે NCPની સ્થાપના કરી તે દિવસથી તેઓ અમને સલાહ અને માર્ગદર્શન પણ આપ્યું છે.
સુપ્રિયા સુલેએ ડીપી ત્રિપાઠીની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી. તેમણે લખ્યું કે,"મારી પ્રાર્થના તેમના પરિવારની સભ્યો સાથે છે.તેમના સાથે મારી સંવેદનાઓ..."