ETV Bharat / bharat

સુકમા પોલીસે કરી ASI અને હેડ કોન્સ્ટેબલની અટકાયત, નક્સલી સાથેના નેટવર્કની આશંકા - chhattishgadh

સુકમા પોલીસે નક્સલવાદીઓની મદદ કરવાવાળા ASI અને હેડ કોન્સ્ટેબલની અટકાયત કરવામાં આવી છે. ASI આનંદ બાટવ અને હેડ કોન્સ્ટેબલ સુભાષ સિંહની અટકાયત કરવામાં આવી છે. જે કારણે ઘણા પોલીસકર્મીઓના નામ સામે આવે તેવી શક્યતા સેવાઈ રહી છે.

naxalites news
naxalites news
author img

By

Published : Jun 9, 2020, 3:44 PM IST

છત્તીસગઢઃ નક્સલવાદીઓના શહેરી નેટવર્ક મામલે પોલીસ સુકમા લાઈનમાં પદાધિકારી અને હેડ કોન્સ્ટેબલની અટકાયત કરીને પુછપરછ કરવામાં આવી રહી છે. SSP સિદ્ધાર્થ તિવારીના નેતૃત્વમાં SITની રચના કરીને તપાસ કરવામાં આવી રહી છે. નક્સલવાદીઓને હથિયાર પૂરા પાડવા બદલ આ પોલીસકર્મીની અટકાત કરવામાં આવી છે. આ તપાસ દરમિયાન ઘણા પોલીસકર્મીઓના નામ સામે આવે તેવી શક્યતા સેવાઈ રહી છે.

SP શલભ સિન્હાના જણાવ્યા મુજબ, પોલીસ પદાધિકારી ASI આનંદ જાટવ અને હેડ કોન્સ્ટેબલ સુભાષ સિંહની શંકાસ્પદ કામગીરીને ધ્યાનમાં રાખીને તેમની અટકાયત કરીને પુછપરછ કરવામાં આવી રહી છે. આ સમગ્ર મામલાની તપાસ અધિક પોલીસ અધિક્ષક સિદ્ધાર્થ તિવારીના નેતૃત્વમાં 9 સભ્યોની SITની સચના કરવામાં આવી છે.

SPએ જણાવ્યું કે, 4 જૂનના રોજ નક્સલવાદીઓને હથિયાર પહોંચાડવાની સૂચના મળી હતી. જે બાદ ધમતરી નિવાસી મનોજ શર્મા અને બાલોદ નિવાસી હરિશંકર ગોડામને સુકમા મલકાનગિરી ચોકથી પકડવામાં આવ્યો હતો. જેમની પાસેથી 303 અને SLR હથિયારોના 395 રાઉન્ડ કારતુસ મળ્યા હતા.

સિન્હાએ જણાવ્યું કે, વધુ પુછપરછમાં મનોજ શર્મા અને હરિશંકર ગોડામે આપેલી માહિતી બાદ દુર્ગકોંદલના ગણેશ કુંજામ અને આત્મારામ નરેટીની ધરપકડ કરવામાં આવી હતી. તેમની પુછપરછ દરમિયાન કાંકેરના નક્સલીવાદી નેતા દર્શન પેદ્દા પ્રતાપપુર એરિયા કમિટીનો સચિવ હોવાનું સામે આવ્યું છે. જેની પાસેથી 70 રાઉન્ડ ઈન્સાસ અને 303ના કારતુસ મળ્યા હતા. આ ઉપરાંત 303, AK-47, SLR, ઈન્સાસના 695 રાઉન્ડ કારતુસ પણ મળી આવ્યા હતા. આ બાબતે કોતવાલી પોલીસ મથક, સુકમામાં ગુનો નોંધી તપાસ કરવામાં આવી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.