મહારાષ્ટ્ર: મહારાષ્ટ્રના ગઢચિરોલી જિલ્લામાં લશ્કરી કેમ્પમાંથી બે જવાનો જરૂરી ચીજવસ્તુઓ લાવવા માટે બહાર નીકળ્યા હતા. તેઓ સામાન લઇને પરત ફરી રહ્યા હતા ત્યારે નક્સલીઓની સ્મોલ એક્શન ટીમે જવાનો પર ગોળીબાર કર્યો હતો.
આ ગોળીબારમાં એક જવાન ઘાયલ થયો જ્યારે અન્ય એક શહીદ થયો છે. ઘાયલ જવાનને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. નક્સલી હુમલા બાદ જવાનોને એલર્ટ પર રાખવામાં આવ્યા છે તેમજ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.
નક્સલ વિરોધી અભિયાન અંતર્ગત પોલીસ દ્વારા નક્સલીઓના નેતા યશવંત બોગા અને તેની પત્ની શારદાની થોડા સમય પહેલા ધરપકડ કરવામાં આવી હતી. જેના પ્રત્યાઘાતરૂપે આ હુમલો કરવામાં આવ્યો હોય તેવી આશંકા છે.