પંજાબ : ઘણા સમયથી રાજકીય બાબતોથી દૂર રહેતા નવજોત સિંહ સિંધુએ પંજાબના મુખ્યપ્રધાન અમરિંદર સિંહને એક પત્ર લખ્યો છે.
સિંધુએ આરોપ લગાવ્યો છે કે, તેના મત વિસ્તારમાં કોઇ પણ વિકાસના કામ થયા નથી. તેમણે કહ્યું કે, 5 કરોડથી થનારા પર્યાવરણીય સંરક્ષણનું કામ હજી સુધી થયું નથી. ઉલ્લેખનીય છે કે, તેમનો મત વિસ્તાર અમૃતસર પૂર્વ છે. જે અમૃતસરનો એક ભાગ છે. તેથી મુખ્યપ્રધાન પર સિંધુએ આરોપ લગાવ્યો છે.
આ પત્ર સિંધુએ પ્રધાન પદ છોડયા પછી પ્રથમ વખત લખ્યો છે. સિંધુએ કેપ્ટન સાથેના વિવાદો બાદ પ્રધાનપદ છોડી દીધું હતું. તો બીજી બાજુ બિહારની પોલીસની એક ટીમ આચાર સંહિતાના ઉલ્લંઘન મામલે ગયા વર્ષથી જ તેમનો સંપર્ક કરવામાં રોકાયેલી છે.
હાલ 24 જૂને તેમના ઘરની બહાર એક નોટીસ લગાવવામાં આવી હતી. જેમાં સિંધુ વિરૂદ્ધ 2019ની લોકસભાની ચૂંટણીમાં કટિહાર જિલ્લામાં એક કેસ દાખલ કરવામાં આવ્યો હતો.