ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ કૌરે પોતાના પતિ નવજોત સિંહ સિદ્ધુ માટે કહ્યું હતું કે, સિદ્ધુ પોતાના વિસ્તારમાં પાર્ટી માટે પ્રચાર નહીં કરે. સિદ્ધુને પંજાબના મુખ્ય પ્રધાન અમરિંદર સિંહે પ્રચાર કરવાની ના પાડી હતી.
પાર્ટી છોડવાની વાત કરતા તેમણે એમ પણ જણાવ્યું હતું કે, લોકસભા ચૂંટણીમાં અમૃતસર સીટ પરથી પાર્ટીએ તેમને ટિકિટ ન આપી. જોકે તેમણે આરોપ લગાવ્યો હતો કે, ટિકિટ નહીં આપવા પાછળ અમરિંદર સિંહ જવાબદાર છે. આપને જણાવી દઈએ કે, કૌર ચંડીગઢમાંથી ભાજપ ઉમેદવાર કિરણ ખેરની સામે ચૂંટણી લડવા માંગતા હતાં.
આપને જણાવી દઈએ કે, નવજોત કૌર સિદ્ધુ વ્યવસાયે ડૉક્ટર છે. તેઓ 2012માં રાજકારણમાં આવ્યા અને કોંગ્રેસમાં જોડાયા. અમૃતસરમાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે નજીકના હરીફ ઉમેદવારને 6 હજાર મતથી હરાવી વિધાનસભામાં પહોંચ્યા હતાં, ત્યારબાદ તેમને મુખ્ય સંસદીય સચિવ તરીકે પણ નિમવામાં આવ્યા હતાં.