ETV Bharat / bharat

એક સર્વેનો દાવો, નવીન પટનાયક સૌથી વધુ લોકપ્રિય CM

ઓડિશાના મુખ્ય પ્રધાન નવીન પટનાયક મુખ્ય પ્રધાનોમાંથી સૌથી વધુ લોકપ્રિય છે. આ દાવો આઇએએનએસના એક સર્વેમાં કરવામાં આવ્યો છે. હરિયાણાના સીએમ મનોહર લાલ ખટ્ટર અને ઉત્તરાખંડના સીએમ ત્રિવેન્દ્ર સિંહ રાવતને સૌથી ઓછા રેટિંગ આપવામાં આવ્યા છે.

Naveen Patnaik
Naveen Patnaik
author img

By

Published : Jun 3, 2020, 2:05 PM IST

ભુવનેશ્વરઃ ઓડિશાના મુખ્ય પ્રધાન નવીન પટનાયક આઇએએનએસ-સી વોટર દ્વારા કરવામાં આવેલા સર્વેક્ષણ અનુસાર દેશના સૌથી વધુ લોકપ્રિય મુખ્ય પ્રધાન છે.

તમને જણાવીએ કે તેમને 82.96ની નેટ અપ્રુવલ રેટિંગ મળી છે. તેમની પાછળ છત્તીસગઢના મુખ્ય પ્રધાન ભુપેશ બધેલ છે. તેમનો સ્કોર 81.06 છે. તો આ રેસમાં સૌથી નીચે હરિયાણામાં ભાજપના મુખ્ય પ્રધાન મનોહર લાલ ખટ્ટર (4.47) અને ઉત્તરાખંડના મુખ્ય પ્રધાનને ત્રિવેન્દ્ર સિંહ રાવત (17.72) છે.

કેરળમાં વામા મોર્ચા સરકારના નેતૃત્વ કરનારી માકપાના નેતા પિનારાઇ વિજયનની રેટિંગ 80.8 છે. વિજયનને હાલમાં કોવિડ 19 સંકટથી બચવાને કારણે ઘણી પ્રશંસા મળી છે.

આ ઉપરાંત YSR કોંગ્રેસના નેતા અને આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન જગન મોહન રૈડ્ડીને 78.52 સુધી સમર્થન પ્રાપ્ત છે. મહારાષ્ટ્રમાં શિવસેના-એનસીપી-કોંગ્રેસના ગઠબંધનની સરકારના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે 76.52 પર છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.