નવી દિલ્હીઃ નેશનલ લો યુનિવર્સિટી દિલ્હી દ્વારા એડમિશન માટેની જે નોટિસ જાહેર કરવામાં આવી છે તેમાં OBC અને EWS કેટેગરીના વિદ્યાર્થીઓને અનામત આપવા અંગે જાહેરાત કરવામાં આવી નથી. આથી દિલ્હી સરકારે આ મુદ્દે હાઇકોર્ટમાં અરજી કરી હતી.
દિલ્હી હાઈકોર્ટે 29 જૂનના રોજ નેશનલ લો યુનિવર્સિટી માં પ્રવેશ માટે દિલ્હીમાં ભણેલા વિદ્યાર્થીઓ માટે પચાસ ટકા અનામતના નિર્ણય પર રોક લગાવ્યો હતો. કોર્ટે યુનિવર્સિટીને આદેશ આપ્યો હતો કે LLB અને LLM માં પ્રવેશ માટે પહેલેથી ચાલતા નિયમો જ લાગુ થશે.
આથી NLU દ્વારા નવી નોટિસ બહાર પાડવામાં આવી જેમાં OBC અને EWS કેટેગરીના વિદ્યાર્થીઓને અનામત આપવામાં ન આવી. જેને પગલે દિલ્હી હાઈકોર્ટે નેશનલ લો યુનિવર્સિટીની ઝાટકણી કાઢતા કહ્યું કે તેમનાથી કોર્ટના આદેશને સમજવામાં ગેરસમજણ થઇ છે.
યુનિવર્સિટી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જો OBC અને EWS કેટેગરીના વિદ્યાર્થીઓને અનામત આપવામાં આવશે તો બધા વિદ્યાર્થીઓને હોસ્ટેલ સુવિધા નહી આપી શકાય. હવે આ મામલે 13 જુલાઈ સુધીમાં યુનિવર્સિટી દ્વારા નવી નોટિસ બહાર પાડવામાં આવશે.