ETV Bharat / bharat

રાષ્ટ્રીય કરાટે એથલીટ વિજેન્દ્ર કૌરની વારે આવ્યા સોનુ સુદ, લિગામેન્ટનું ઓપરેશન સફળ રહ્યું - HEALING TREE HOSPITAL

રાષ્ટ્રીય કરાટે એથલીટ વિજેન્દ્ર કૌરનું લિગામેન્ટ (હાડકાનો સાંધો) જાન્યુઆરીમાં તૂટી ગયો હતો. કોરોના કાળમાં તેમના પરિવારની આર્થિક પરિસ્થિતી સારી ન હોવાથી તેણે ટ્વીટરના માધ્યમથી સોનુ સુદને વિનંતી કરી હતી અને સોનુએ તેની મદદ કરી હતી. મંગળવારના રોજ ડો.અખિલેશે તેનું સફળતા પુર્વક ઓપરેશન કર્યું હતું.

HEALING TREE HOSPITAL
HEALING TREE HOSPITAL
author img

By

Published : Sep 2, 2020, 3:45 PM IST

હૈદરાબાદઃ રાષ્ટ્રીય કરાટે એથલીટ વિજેન્દ્ર કૌર લિગામેન્ટ જાન્યુઆરીમાં તૂટી ગયો હતો. તેમણે ઘણા જાણિતા ડોકટરોને બતાવ્યું પરંતુ કોરોનાને કારણે પરિવારની આર્થિક સ્થિતિ નબળી હોવાથી તેની સારવાર કરવામાં અસમર્થ રહ્યા હતા. તેણે ઘણા લોકોની મદદ માટે વિનંતી પણ કરી હતી પરંતુ કોઈ તેની મદદ કરવા આગળ આવ્યું ન હતું.

જ્યારે ક્યાંયથી કોઈ મદદ મળી ન હતી, ત્યારે વિજેન્દ્ર કૌરે ફિલ્મ અભિનેતા સોનુ સૂદની મદદ માટે વિનંતી કરી હતી. ટ્વિટરના માધ્યમથી તે પોતાની મુશ્કેલી સોનુ સૂદ પાસે લઈ ગઇ હતી. વિજેન્દ્ર કૌરની લિગામેન્ટ ઈજા અંગેની જાણ સોનુ સુદને થતાં જ તેણે ગાઝિયાબાદના પ્રખ્યાત ડોક્ટર અખિલેશ યાદવ સાથે તેમના ઓપરેશન વિશે વાત કરી હતી.

ડોક્ટર અખિલેશ યાદવે વિજેન્દ્ર કોરની સર્જરી નિશુલ્ક કરવા માટે સહમત થયા હતા અને મંગળવારના રોજ ટેલિસ્કોપ પદ્ધતિ દ્વારા લિગામેન્ટનુમ સફળ ઓપરેશન ડોક્ટર અખિલેશ અને તેમની ટીમ દ્વારા ઈન્દિરાપુરમની હીલિંગ ટ્રી હોસ્પિટલમાં કર્યું હતું.

ડોક્ટર અખિલેશે કહ્યું કે, વિજેન્દ્રરની સર્જરી સફળ રહી હતી અને એક કે બે દિવસમાં તે પગ પર ઉભા રહેવાનું શરૂ કરશે. ઓપરેશન બાદ સોનુ સુદે વીડિયો કોલ દ્વારા ડોક્ટર અખિલેશ સાથે વાત કરી અને વિજેન્દ્રની તબિયત વિશે પણ હાલચાલ પૂછ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ ડો.અખિલેશએ સોનુ સૂદના કહેવા પર ઘણા આર્થિક રીતે નબળા લોકોનું ફ્રીમાં ઓપરેશન કર્યા છે. ડો.અખિલેશ કહે છે કે તે ખૂબ જ ભાગ્યશાળી છે કે ભગવાને તેમને આ ઉમદા હેતુ માટે પસંદ કર્યા છે. આવી જ રીતે આર્થિક રીતે નબળા લોકોને મદદ કરવાનું શરૂ રાખશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.