ન્યૂઝ ડેસ્કઃ ઓગસ્ટના પ્રથમ રવિવારને નેશનલ ફ્રેન્ડશીપ ડે તરીકે ઉજવવામાં આવે છે. દેશ અને વિદેશમાં રહેલા જૂના અને નવા મિત્રોને સંપર્ક કરવાનો આ દિવસ છે.
મિત્રતા ઘણા રુપમાં આવે છે. જ્યારે આપણે ખૂબ નાના હોઈએ છીએ ત્યારે આપણે મિત્રતા બાંધીએ છીએ. જીવનભર મિત્રતા અને તેના અર્થ વિકસિત થાય છે. સહપાઠી અને પડોશી મિત્રોએ આપણી સાથે એક ઉંમરને જીવી હોય છે, માણી હોય છે. સાથે મળીને આપણે અનુભવો શેર કર્યા હોય છે અને ભવિષ્ય માટે યોજનાઓ બનાવી હોય છે. ધીરે ધીરે રસ્તાઓ બદલાય છે અને નવા મિત્રો આપણી સામાજિક દુનિયામાં સ્થાન મેળવે છે. આપણી દુનિયા બદલાય છે અને સંસ્કૃતિ બદલાય છે.
નેશનલ ફ્રેન્ડશીપ ડેનો ઈતિહાસ
નેશનલ ફ્રેન્ડશીપ ડે મૂળ રીતે 1930ના દાયકામાં હૉલમાર્ક કાર્ડ્સ માટેની માર્કેટિંગ વ્યૂહરચના હતી. સ્થાપક જોયસ હોલે તે દિવસની નિયુક્તિ 2 ઓગસ્ટના રોજ થશે અને નિર્ણય લીધો કે તે દિવસ તમારી નજીકના લોકોને ઉજવવાનો દિવસ હશે. અને પ્રક્રિયામાં તેમને એક અથવા બે કાર્ડ મોકલવાના રહેશે. 1935ની યુ.એસ. કોંગ્રેસે ઓગસ્ટના પહેલા રવિવારને નેશનલ ફ્રેન્ડશીપ ડે તરીકે જાહેર કર્યો.
ફ્રેન્ડશીપ ડેનું મહત્વ
- સુમેળભરી અને હૂંફભરી મિત્રતાનું મહત્વ ફ્રેન્ડશીપ ડે દ્વારા ઉજવવામાં આવે છે.
- આ દિવસે શાંતિ અને પ્રેમનો સંદેશો આપવામાં આવે છે.
- એ મિત્રો કે જેની સાથે સુખ અને દુઃખના ભાગીદાર બની શકીએ.
- જીવનના ઉતાર ચઢાવમાં જે મિત્રો આપણને મદદ કરે છે.
- મિત્રતાને મહત્વ આપવા માટે આ દિવસને ઉજવવામાં આવે છે.
- બે વ્યક્તિ વચ્ચેની મિત્રતાને સન્માન, કાળજી, પ્રેરણા અને પ્રેમથી આદર કરવામાં આવે છે.
- ફ્રેન્ડશીપ ડે મહત્વનો હોય છે કારણ કે, જીવનમાં મિત્રોનું મહત્વ હોય છે.
- મિત્રો વગર આપણે એકલા છીએ.
- મિત્રો જીવનમાં ખુશી લાવે છે. તેથી મિત્રો માટે આ દિવસને ઉજવવો જરુરી બને છે.
ફ્રેન્ડશીપ ડેને કોવિડ-19 મહામારી વચ્ચે પણ ઉજવી શકો છો
કોરોના મહામારીના કારણે સોશ્યિલ ડિસ્ટન્સ અને બીજા કેટલાંક નિયમોને ધ્યાને રાખીને આ દિવસને ઉજવવો થોડું કઠિન લાગે છે. આ વર્ષે, આ દિવસ ખાસ બનશે કારણ કે અહીં અંતર મહત્વનું નથી રહી જતું. જેઓ પોતાના ખાસ મિત્રોને મળી નથી શકતા તેઓ, મેસેજ, શુભેચ્છાઓ, સુવિચાર અને ઈમેજ મોકલી શકે છે. વીડિયો કૉલ પર વાત કરીને તમે આ દિવસની શુભેચ્છાઓ પાઠવી શકો છો.
- સોશ્યિલ મીડિયાથી કનેક્ટ થાઓ
- મિત્રોને વીડિયો કોલિંગ કરો
- ફૂલ મોકલો
- ગિફ્ટ મોકલો
- જૂના ફોટાઓની શોર્ટ ફિલ્મ બનાવો
- ગેમ રમો
ફ્રેન્ડશીપ ડેને કઈ રીતે ઉજવશો
- કાર્ડ, ફૂલ અને ગિફ્ટ મોકલો
- ફ્રેન્ડશીપ બેન્ડ મોકલો
- સોશ્યિલ મીડિયા પર કોલાજ ફોટો શેર કરો
- મિત્રને પસંદ હોય તે ભેટ આપો
- જૂની યાદો તાજા કરો
ફ્રેન્ડશીપ ડે વિશે પ્રખ્યાત વ્યક્તિઓના સુવિચારો
એપીજે અબ્દુલ કલામઃ
- એક સારી પુસ્તક 100 મિત્રો બરાબર છે, એક સારો મિત્ર લાઈબ્રેરી બરાબર છે.
- જૂના મિત્રો સોના બરાબર છે, નવા મિત્રો હીરા બરાબર છે. જો તમને હીરો મળે તો સોનાને ના ભૂલી જતાં, કારણ કે, સોનું જ હીરાને પકડી શકે છે.
મધર ટેરેસા
- તમારો મિત્ર પર્ફેક્ટ છે તે અપેક્ષા છોડી દો, પરંતુ તમારા મિત્રને પર્ફેક્ટ બનાવવામાં મદદ કરો.
વિલિયમ શેક્સપિયર
- મિત્ર એ છે કે જે તમને જાણે છે, તમે ક્યાં છો એ સમજે છે. તમે જે બની રહ્યાં છો તેનો સ્વીકાર કરે છે અને તમારા વિકાસમાં ફાળો આપે છે.
સેલિબ્રિટી દ્વારા ઉજવાતો ફ્રેન્ડશીપ ડે
ઐશ્વર્યા રાય-પ્રીતિ ઝિંટા- પ્રીતિ અને એશ ઘણાં વર્ષોથી મિત્ર છે. પ્રીતિએ એશને સારી માતા કહી છે.
કરણ જોહર - ટ્વિંકલ ખન્ના - તેઓ બાળપણના સાથી રહ્યાં છે. કેજોએ તેની દિગ્દર્શનની પહેલી ફિલ્મ કુછ કુછ હોતા હૈમાં ટ્વિંકલ માટે એક ભૂમિકા પણ લખી હતી, જેને ટ્વિંકલ કેટલાક કારણોસર કરી શકી ન હતી.
પ્રિયંકા ચોપડા-કંગના રનૌત- બંનેએ સફળતાની પાર્ટી જોડે આપી છે.
શ્રુતિ હસન-તમન્નાહ ભાટિયા- તેઓ શ્રેષ્ઠ સાથીઓ તરીકે જાણીતી છે. જો ફિલ્મમાં એકબીજને રિપ્લેસ કરવામાં આવે તો બંનેના સંબંધ ઉપર અસર પડતી નથી.
સલમાન ખાન - પ્રીતિ ઝિંટા - તેઓ ક્યૂટ ઓનસ્ક્રીન જોડી તરીકે જાણીતાં છે. સલમાને પ્રીતિની આર્થિક સમસ્યમાં મદદ કરી હતી.
પ્રભુ દેવા - સોનુ સૂદ - તેઓ ખૂબ સારા મિત્રો છે. પ્રભુદેવા સોનુ ઘરે કોઈ પણ સમયે જાય છે, ભોજન લે છે અને વાતો કરે છે. તેઓ સાથે સિદ્ધિવિનાયક મંદિર પણ જાય છે.