તસવીરોમાં જોઈએ કેવી રીતે થઈ દેશમાં યોગદિનની ઉજવણી
ઝારખંડના પ્રભાત તારા ગ્રાઉન્ડ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને યોગનું મહત્વ સમજાવ્યુ હતુ. તેમજ યોગ કર્યા હતા.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રાષ્ટ્રપતિ ભવન ખાતે કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ સાથે યોગદિન ઉજવ્યો હતો.
ભારતીય નૌકાદળ દ્વારા INS- વિરાટ જહાજ ઉપર યોગ કરાયા હતા.
ઈન્ડો-તિબેટીયન બોર્ડર પોલીસે રોહતંગ ખાતે પર્વતો વચ્ચે યોગ કર્યા હતાં.
બોર્ડર સિક્યુરિટી ફોર્સ દ્વારા પંજાબનાઅમૃતસરમાં યોગદિવસની ઉજવણી કરાઈ
મુંબઈ ખાતે અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ મુંબઈ કરો સાથે યોગદિવસની ઉજવણી કરી હતી
કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીએ દ્વારકા નગરજનો સાથે યોગાસન કર્યા હતાં.
અસમ રાયફલના સૈનિકો, સ્થાનિક પોલીસ, CRPF અને લોકોએ વરસાદ વચ્ચે મ્યાનમાર બોર્ડર ઉપર યોગદિવસનીઉજવણી કરાઈ હતી.
અમરનાથા યાત્રાની સુરક્ષામાં તૈનાત સૈનિકોએ યોગ કરી વિશ્વ યોગદિન મનાવ્યો હતો.
કેન્દ્રીય પ્રધાન નિતિન ગડકરી પોતાના સંસદીય ક્ષેત્ર નાગપુરમાં યોગદિવસની ઉજવણીમાં જોડાયા હતા.
હિમાલયના બરફથી આચ્છાદિત પ્રદેશમાં સેનાના જવાનોએ વહેલી સવારે યોગ કર્યા હતા
સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ અને કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે દિલ્હીના રાજપથ ખાતે આસન કર્યા
અરુણાચલ પ્રદેશમાં પણ ITBPના જવાનોએ દીગારુ નદીમાં કમર સુધી ઉતરી અલગ અંદાજમાં યોગ કર્યા હતા.
મહારાષ્ટ્રના નાંદેડમાં મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવિશ અને યોગગુરુ બાબારામદેવે એક મંચ પર યોગ કર્યા.
સિક્કીમમાં ITBPના સૈનિકોએ 19000 ફુટની ઉંચાઈએ 15 ડિગ્રી તાપમાનમાં યોગ કરી વિશ્વ યોગ દિવસની ઉજવણીને સાર્થક કરી હતી.