મીડિયાના પ્રશ્નો અને જવાબ
ચૂંટણી ચર્ચાઓનું સ્તર ઘટવાના પ્રશ્ન પર અમિત શાહે કહ્યું કે, બીજેપીએ કોઈ શરૂઆત કરી નથી. ભ્રષ્ટાચારની વાત કરવી એ અમારી જવાબદારી છે.
સરકાર ગઠનના પ્રશ્ન પર શાહે કહ્યું કે, બીજેપી પૂર્ણ બહુમતની સરકાર બનાવશે. વર્ષ 2014માં અમારી પાસે 2.5 કરોડ કાર્યકર્તા હતા, હાલ અમારી પાસે 11 કરોડ કાર્યકર્તા છે.
હવે એ જમાનો નથી રહ્યો કે, દિલ્હીમાં બે નેતા નક્કી કરશે અને સરકાર બની જશે. હવે જનતા પોતે સરકાર બનાવવાનો નિર્ણય કરે છે.
અમે ક્યારેય પાછા પડ્યા નથી, જનતાની વચ્ચે જઈને બધા પ્રશ્નના જવાબ આપ્યાં છે. અમારા પક્ષમાં માહોલ મજબૂત બન્યો છે.
મમતા બેનર્જી અને બંગાળમાં થયેલી હિંસાના પ્રશ્ન પર અમિત શાહે કહ્યું કે, બીજેપીના 80 કાર્યકર્તા માર્યા ગયા છે. મમતાજીની પાસે શું જવાબ છે? અમિત શાહે કહ્યું કે, પ્રશ્ન મમતા બેનર્જીને કરવો જોઈએ.
પ્રજ્ઞા ઠાકુરના નિવેદન પર એક પ્રશ્ન પર અમિત શાહે કહ્યું કે, તેમની પાસેથી જવાબ માંગવામાં આવ્યો છે, પક્ષના સંવિધાન પ્રમાણે બીજેપીની શિસ્ત સમિતી કાર્યવાહી કરશે. પ્રજ્ઞાને 10 દિવસોનો સમય આપવામાં આવ્યો છે.
ગાંધી-ગોડસે પર અન્ય બીજેપી નેતાઓના નિવેદન પર શાહે કહ્યું કે, પક્ષે બધા લોકોને નોટીસ આપી છે, કાર્યવાહી કરવામાં આવશે.
વિશ્વાસના આધારે પ્રશ્ન પૂછવા પર અમિત શાહે કહ્યું કે, નરેન્દ્ર મોદી સરકારનો કાર્યકાળ અને જનતાથી મળી રહેલા સમર્થનના આધારે તેમને 300થી વધારે બેઠક જીતવાનો ભરોસો છે.
પીએમ મોદીનું સંબોધન
- પહેલા દિવસથી ચહેરા પર જે ઉત્સાહ અને ઉમંગ હતો, તેવી જ રીતે તમારી સામે આવ્યો છું.
- આટલા મોટા અભિયાનમાં મારો એક પણ કાર્યક્રમ રદ થયો નથી, હવામાને પણ મોટા ભાગના પ્રસંગે સાથ આપ્યો છે.
- મેરઠમાં વર્ષ 1857ની ક્રાંતિ શરૂ થઈ અને તેનું નેતૃત્વ મધ્યપ્રદેશના ભીમાનાયકે કર્યું હતું.
- મેરઠમાં જનસભાની શરૂઆત અને મધ્યપ્રદેશમાં પૂરી થઈ, બંને વચ્ચે મોટો સંબંધ છે. આ કોઈ સંજોગ નથી.
- સરકાર બનાવવાનું જનતાએ નક્કી કરી લીધું છે.
- દેશની નવી પેઢીને જાણવું જોઈએ કે મોટા સંગઠન અને સંસ્થાઓ કેવી રીતે ચાલે છે.
- નિર્ણય આવવા બાદ જલ્દી જ અમારી સરકાર પોતાનું કાર્ય શરૂ કરશે.
- સંગઠનના આધાર પર ચૂંટણી લડવી , લોકતંત્રની સૌથી મોટી શક્તિ છે.
- મારો વ્યક્તિગત અભિપ્રાયમાં પૂર્ણ બહુમતની સરકાર સારી છે.
- પૂર્ણ બહુમતની સરકાર કાર્યકાળ પૂરો થયા બાદ ફરી આવશે, આવું લાંબા સમય પછી થઈ રહ્યું છે.
- ચૂંટણી સકારાત્મક ભાવથી થઈ અને શાનદાર રહી.
- સોશિયલ મીડિયા આવ્યા બાદ જવાબદારી વધી છે.
- પત્રકારિતા જગતમાં પ્રાકૃતિક આપત્તિ દરમિયાન હાલત ખરાબ થઈ છે.
- આ ભારતના ગૌરવ અને શક્તિની વાત છે, આ સરકારની અનામત નથી.
- સરકાર સક્ષમ હોય છે તો રમજાન, આઈપીએલ ઈસ્ટર, નવરાત્રિ, પરીક્ષાઓ અને ચૂંટણી પણ થાય છે.
- અમારી લોકતંત્રની વિવિધતાથી આપણે વિશ્વને પ્રભાવિત કરવી જોઈએ.
- વર્ષ 2009માં અને વર્ષ 2014માં બે વાર આઈપીએલ બહાર કરવામાં આવી.
- દુનિયાના સૌથી મોટા લોકતંત્રને આગળ લઈ જવું એ બધાની જવાબદારી છે, આ માત્ર કોઈ પક્ષ અથવા સરકારનું કામ નથી.
- હું માનું છું કે, કોઈક વાત દુનિયા માટે આપણે ગર્વ સાથે કહી શકીએ છીએ.
- અધ્યક્ષજીએ મારા માટે કોઈ કામ છોડ્યું નથી.
- પીએમ મોદીએ કહ્યું કે, પહેલા પક્ષ ઓફિસમાં મીડિયા કર્મચારીઓની સાથે ચા-પાણી જ મારું કામ હતું.
અમિત શાહનું સંબોધન
- મોદી સરકારે દુનિયાભરમાં ભારતનું માન વધાર્યું.
- 23મેના ચૂંટણી પરિણામ આવવા પર બીજેપી 300થી વધારે બેઠક જીતશે.
- બીજીવાર NDAની સરકારના વડા બનશે પીએમ મોદી
- નરેન્દ્ર મોદીની સરકાર દરમિયાન અર્થવ્યવસ્થા સૌથી આગળ રહી.
- 480 લોકસભા વિસ્તારોમાં યુવા સંમેલન.
- 'મોદી હૈ તો મુમકિન હૈ', 'ફિર એકબાર મોદી સરકાર' જેવા નારા જનતા અને કાર્યકર્તાઓની વચ્ચેથી આવ્યા. પક્ષે તેને આગળ વધાર્યા.
- દેશની આઝાદી બાદ પીએમ મોદી સૌથી વધારે પરિશ્રમી અને જનસંપર્ત કરનારા વડાપ્રધાન.
- ફેબ્રુઆરીથી મે મહિના સુધી ચાલનારા ચૂંટણી અભિયાનમાં મોદીજીએ 142 જનસભાઓને સંબોધન કર્યું. 4 રોડ શો પણ કર્યા.
- આ દરમિયાન 1.40 કરોડથી પીએમ મોદીએ લોકોને સીધા સંપર્ક કર્યું છે.
- 18થી 46 ડિગ્રી સેલ્સિયલ તાપમાનની વચ્ચે પીએમ મોદીએ ચૂંટણી રેલીઓ કરી.
- પીએમ મોદીએ લગભગ 1.55 લાખ કિમીની યાત્રા કરી.
- 'મેરા પરિવાર બીજેપી પરિવાર' હેઠળ યુવાઓની સક્રિય ભાગીદારી રહી.
- જનતાની વચ્ચેથી નિકળીને 'મેં ભી ચોકીદાર હૂં' અભિયાન દેશભરમાં ચાલ્યું.
- 161 કોલ સેન્ટર બનાવ્યા, છ મહીના સુધી કામ કરવામાં આવ્યું. 15682 લોકોએ કરોડો લોકોની કરી મદદ.
- વિપક્ષની તરફથી મોંઘવારી અને ભ્રષ્ટાચારનો મુદ્દો ઉઠ્યો નહીં, આવું લાંબા સમય પછી જોવા મળ્યું.
- દેશની ઈકોનોમી છઠ્ઠા નંબર પર છે, આવું પાંચ વર્ષના કાર્યને કારણે થયું છે.
- 435 વરિષ્ઠ નેતાઓની સાથે ચૂંટણીનું કાર્ય વહેંચવામાં આવ્યું.
- આ ચૂંટણી આઝાદી પછીની ચૂંટણીમાં ભાજપાની દર્ષ્ટિથી સૌથી વધારે મહેનત કરનારા, સૌથી વિસ્તૃત ચૂંટણી અભિયાન રહ્યું છે.
- આ ચૂંટણીમાં અમારા અનુભવ પ્રમાણે જનતા અમારાથી આગળ રહી છે.
- મોદી સરકાર ફરીથી બનાવવા માટે જનતાનો ઉત્સાહ ભાજપાથી આગળ રહ્યો છે.
- સંગઠન એ આપણા કાર્યનું મહત્વનું અંગ રહ્યું છે.
- પ્રથમવાર બીજેપીએ પૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવાઈ.
- બીજેપી કાર્યકર્તા નરેન્દ્ર મોદી એક્સપેરિમેન્ટના નામથી વર્ષ 2014ની સરકારને યાદ કરે છે.
- નરેન્દ્ર મોદી પ્રયોગને જનતાએ સ્વીકાર કર્યો છે.
- બીજીવાર સરકાર બનશે, એનો સંપૂર્ણ ભરોસો છે.
- 1.60 લાખથી વધારે શક્તિ કેન્દ્ર બનાવ્યા, સંગઠનના આધારે નરેન્દ્ર મોદીની સરકારના કામને નીચે સુધી પહોંચાડ્યું.
- દર 15 દિવસમાં એક નવી યોજના, પૂરા કાર્યકાળમાં લગભગ 133 યોજનાઓ.
- યોજનાઓની ક્રિયાઓ પર સીધું PMOની નજર.
- વર્ષ 2014માં સરકારે, આજ અમારી પાસે 16 સરકાર.