મુદ્દાસર જાણો વડાપ્રધાન મોદીની વાત...
- નવીનીકરણ ઊર્જાના 175 ગીગાવોટના લક્ષ્યમાં 120 ગીગાવોટ પ્રાપ્ત કરી લીધો છે. ટૂંક સમયમાં જ આ લક્ષ્ય 450 ગીગાવોટના લક્ષ્યને પાર કરશે.
- તમારી ઈચ્છા અને અમારા સપના સંપૂર્ણ રીતે મેળ ખાય છે. તમારી ટેક્નોલોજી અને અમારી પ્રતિભા દુનિયાને બદલી શકે છે.
- ભારતને વિતેલા પાંચ વર્ષમાં 286 અબજ ડૉલરનું પ્રત્યક્ષ વિદેશી રોકાણ મળ્યું છે. જે વિતેલા 20 વર્ષોમાં એફડીઆઈનું અડધુ છે.
- ભારતમાં સુધારની પ્રક્રિયા ચાલુ જ રહેશે.
- લોકતંત્ર, રાજકીય સ્થિરતા, સુનિશ્ચિત નીતિ, સ્વતંત્ર ન્યાયપાલિકા રોકાણની ગેરંટી આપે છે.
- અમે પાંચ વર્ષમાં અર્થવ્યવસ્થામાં 1000 અબજ ડૉલરને જોડ્યું છે.
- હવે અમે ભારતને 5000 અજબ ડૉલરની અર્થવ્યવસ્થા બનાવવાનો લક્ષ્ય લઈને ચાલી રહ્યા છે.
- જો તમે રીયલ એસ્ટેટના ક્ષેત્રમાં રોકાણ કરવા ઈચ્છો છો તો ભારતમાં આવો. ભારત બુનિયાદીના ક્ષેત્રમાં મોટાપાયે રોકાણ કરી રહ્યું છે.
- કૉર્પોરેટ ટેક્સમાં કરેલો ઘટાડો રોકાણકારો માટે આમંત્રિત કરનારુ પગલું
- જો તમે મોટી બજારમાં રોકાણ કરવા ઈચ્છો છો તો ભારત આવો