ફિલ્મોમાં પોતાના શબ્દોથી જ વિલનને ઝખમી કરનાર અભિનેતા નાના પાટેકરે એક ચોંકાવનાર ઘટસ્ફોટ કર્યો છે. તેઓ પિંપરી-ચિંચવાડમાં યોજાયેલી કલારંગ કલ્ચરલ આર્ટ્સ ઇન્સ્ટિટ્યૂટ જોડાયા હતા. જ્યાં તેમણે કહ્યું હતું કે "મુંબઈ ડૉન માન્યા સુર્વે તેમનો ભાઈ હતો. તેમની મા તેમને ગામમાં લઈને આવી ગઈ. એટલે તે ગુનાખોરીના વાતાવરણથી દૂર રહ્યા નહી તો તેઓ પણ ગુનાખોરીમાં સંકળાયેલા હોત.
આગળ વાત કરતાં તેમણે હિંસક તોફાનો વિશે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, "રમખાણોમાં સૌથી હિંસક સામાન્ય માણસ છે. કારણ કે, તેની અંદર ઘણી બધી એવી વસ્તુઓ છે, જે વ્યક્ત કરી શકતો નથી અને અભિવ્યક્ત કરે તો પણ તેને કોઈ સાંભળતું નથી. એટલે તેમનો ગુસ્સો આવા સમયે જ્વાળામુખી જેમ બહાર નીકળે છે."
આમ, નાનાએ આ કાર્યક્રમમાં સામાજિક માનસિકતા વિશે રસપ્રદ ચર્ચા કરી હતી. આ સાથે લોકો પોતાની વાત ખુલ્લા મને વ્યક્ત કરવાનું જણાવ્યું હતું.