આજે અયોધ્યાના નિર્ણય પર સૌની મીટ મંડાયેલી છે. કારણ કે, આ કેસ સાથે લોકોની ધાર્મિક લાગણી જોડાયેલી છે. જેથી દેશમાં કોઈ કોમી ધાંધલ ન થાય તેની ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. વિવિધ સંપ્રદાયના ધર્મગુરૂઓ અને મૌલાના સૌને શાંતિ જાળવવાની અપીલ કરી રહ્યાં છે.
નોઈડા અને ગ્રેટર નોઈડાના મસ્જિદમાં પાંચ વખતની નમાઝ બાદ મૌલાના દ્વારા SCના નિર્ણય પર શાંતિ જાળવવાની અપીલ કરાઈ છે. જુમ્મેની નમાઝ બાદ સ્થાનિકો સાથે ઈટીવી ભારત સાથે વાતચીત કરી હતી. જેમાં તેમણે સુપ્રિમ કોર્ટના નિર્ણયને જ આખરી ગણાવી તેનો સ્વીકાર કરવા જણાવ્યું હતું.
જિલ્લાની શાળાઓ 11 નવેમ્બર સુધી રહેશે બંધ
ડી.એમ ગૌતમબુદ્ધ નગર બૃજેશ નારાયણ સિંહે જણાવ્યું હતું કે, અદાલતના નિર્ણય બાદ કોમી હિંસા ન થાય તે માટે જિલ્લા પ્રશાસન દ્વારા અગોતરી તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. જિલ્લાની તમામ સ્કુલો, કૉલેજો અને પ્રશિક્ષણ કેન્દ્રોને 11 નવેમ્બર સુધી બંધ રાખવાનો આદેશ કરાયો છે. તેમજ SCના નિર્ણયના પર સૌને શાંતિ જાળવાની અપીલ કરી છે.