મુંબઈ: ભારતીય બંધારણના નિર્માતા ડો. ભીમરાવ આંબેડકરના નિવાસસ્થાન 'રાજગૃહ'માં કેટલાક અસમાજીક તત્વો દ્વારા તોડફોડ કરવામાં આવી હતી. આ બનાવના CCTV ફૂટેજ સામે આવ્યા હતા, જેના આધારે પોલીસે બે લોકોની ધરપકડ કરી છે.
મંગળવારે અસમાજીક તત્વો દ્વારા ડો. આંબેડકરના ઘરની બહારના કેટલાક કુંડાઓ તોડી નાખ્યા હતા અને છોડને પણ નુકસાન પહોંચાડ્યું હતું. આ તમામ ઘટના CCTV કેમેરામાં કેદ થઇ ગઇ હતી. ઘટનાની જાણ થતા જ પોલીસે CCTV કેમેરાના ફૂટેજ કબજે કર્યા હતા. CCTV ફૂટેજના આધારે પોલીસે અત્યાર સુધીમાં બે લોકોની ધરપકડ કરી છે.