ETV Bharat / bharat

મુલાયમસિંહ યાદવે કોરોનાને આપી માત, હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઈ પહોંચ્યા ઘરે - mulayam singh

સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે ટ્વિટ કરીને માહિતી આપી હતી કે, રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન મુલાયમસિંહ યાદવ કોરોનાની સારવાર બાદ સ્વસ્થ્ય થયા હતા અને ઘરે પરત ફર્યા છે. પોતાના ટ્વિટમાં તેમણે જણાવ્યું હતું કે, હાલ તેઓ સંપૂર્ણ આરામ કરશે.

મુલાયમસિંહ યાદવ
મુલાયમસિંહ યાદવ
author img

By

Published : Oct 26, 2020, 9:50 AM IST

  • સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવનું ટ્વિટ
  • મુલાયમસિંહ યાદવ કોરોનાના સારવાર બાદ થયા સ્વસ્થ
  • મુલાયમસિંહ યાદવનો કોરોના રિપોર્ટ નેગેટિવ

લખનઉ: મુલાયમસિંહ યાદવ કોરોનાની સારવાર બાદ સ્વસ્થ થઇ ગયા છે. મેદાંતા હોસ્પિટલમાં તેઓ કોરોનાની સારવાર લઇ રહ્યા હતા, જોકે તેઓ હવે સ્વસ્થ છે અને પોતાના ઘરે પરત ફર્યા છે. તેમના પુત્ર અખિલેશ યાદવે ફોટો શેર કરીને માહિતી આપી હતી.

  • माननीय नेताजी स्वस्थ होकर घर आ गये हैं और कुछ दिन घर पर ही रहकर स्वास्थ्य लाभ करेंगे. pic.twitter.com/Vi624pQ5eB

    — Akhilesh Yadav (@yadavakhilesh) October 25, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

મુલાયમસિંહ યાદવ કોરોના મુક્ત થયા

  • સપા સંરક્ષક મુલાયમ સિંહ યાદવનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો જે બાદ તેમને મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તેમણે હોસ્પિટલમાંથી એક ફોટો શેર કરી હતી અને તે બાદ લોકોએ તેમના સ્વસ્થ્ય થવાની પ્રાથના કરી હતી.
  • હવે મુલાયમસિંહ યાદવ કોરોનામુક્ત થયા છે અને પોતાના ઘરે પરત ફર્યા છે. મેદાંતા હોસ્પિટલમાં બે અઠવાડિયા કરતા વધુ સમય સુધી સારવાર લીધા બાદ તેઓ ઘરે પરત ફર્યો છે. તેમના ઘરે પરત આવ્યા બાદ સપા સમર્થકોમાં ઉત્સાહની લાગણી જોવા મળી છે. ઉત્તર પ્રદેશની સાત વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણી યોજાઈ રહી છે અને તેમાં મુલાયમસિંહ યાદવને અખિલેશ યાદવે પાર્ટીનો સ્ટાર પ્રચારક બનાવ્યો છે.

પત્નીનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ

મુલાયમસિંહ યાદવની સાથે, તેમની પત્ની સાધના ગુપ્તાનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો, પરંતુ તેમનામાં કોરોનાના લક્ષણો ઓછા હતા. ત્યારે તેમની સારવાર ઘરે ચાલી રહી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.