નવી દિલ્હી: પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના સ્વાસ્થ્યમાં હજી કોઈ સુધારો થયો નથી અને તેઓ હજી વેન્ટિલેટર પર છે. તેમજ તેમના ફેફસામાં લાગેલા ચેપની પણ સારવાર કરવામાં આવી રહી છે. આ માહિતી શુક્રવારે આર્મી રિસર્ચ એન્ડ રેફરલ હોસ્પિટલ દ્વારા આપવામાં આવી હતી.
ગુરુવારે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના શ્વાસોશ્વાસના પરિમાણોમાં થોડો સુધારો જોવા મળ્યો હતો.
પ્રણવ મુખર્જીને 10 ઓગસ્ટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને મગજની સર્જરી કરાવી હતી. અગાઉ કોવિડ -19 તપાસમાં પણ તેમને ચેપની પુષ્ટિ થઈ હતી.
તેના મગજમાં લોહીની ગાંઠને કાઢવા માટે તેનું ઓપરેશન કરાયું હતું અને ત્યારથી તે કોમામાં હતા. તેમજ તે કોરોના વાઈરસથી પણ સંક્રમિત થયા છે.