નવી દિલ્હી: પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીની હાલત ગંભીર છે. બુધવારે તેમને આર્મી રિસર્ચ એન્ડ રેફરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારથી જ તેઓ વેન્ટિલેટર સપોર્ટ પર છે. મગજની શસ્ત્રક્રિયા પછીથી પ્રણવ મુખર્જીની હાલત નાજુક છે.
ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીની સ્થિતિ શુક્રવારે પણ એવી જ હતી અને તેઓ હજુ પણ વેન્ટિલેટર સપોર્ટ પર છે, આ માહિતી તેમના ડોક્ટરોએ આપી હતી.
મુખર્જીને સોમવારે દિલ્હીની આર્મીની રિસર્ચ એન્ડ રેફરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને મગજમાં ગાંઠ હોવાથી તેનું ઓપરેશન કરાયું હતું. તેમનો COVID-19 રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો.
હોસ્પિટલે એક નિવેદનમાં જણાવ્યું છે કે આજે સવારે (14 ઓગસ્ટ 2020) માનનીય શ્રી પ્રણવ મુખરજીની સ્થિતિ યથાવત્ છે. તે સઘન દેખરેખ હેઠળ છે અને વેન્ટિલેટર સપોર્ટ પર છે.
મુખર્જીએ 2012 થી 2017 સુધી ભારતના 13 મા રાષ્ટ્રપતિ તરીકે સેવા આપી હતી.