મનાલી : અટલ ટનલ રોહતાંગના લોકાર્પણના ત્રીજા દિવસે પ્રથમ અકસ્માતનો બનાવ બન્યો છે.ટનલની અંદર કાર ચાલકાની બેદરકારીમના કારણે ત્રણ કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો.
ટનલમાં ટ્રાફિકને સરળતાથી ચલાવવાની યોગ્ય વ્યવસ્થાના અભાવે ઘણા ડ્રાઇવરો નિયમોનો ભંગ કરી રહ્યા છે. બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન દ્વારા અટલ ટનલ રોહતાંગના ઉદ્ઘાટનના ઘણા દિવસો પહેલા લાહૌલ-સ્પીતિ અને જિલ્લા કુલ્લુ વહીવટ અને પોલીસને પત્ર લખ્યો હતો અને સલામતીની યોગ્ય વ્યવસ્થા કરવા સુચના આપવામાં આવી હતી, પરંતુ સરકાર તરફથી હજી સુધી કોઈ પ્રતિક્રિયા મળી નથી.