કટાસરાજ રાજધાની ઇસ્લાબાદથી 90 કિલોમીટર દક્ષિણ પૂર્વમાં ચકવાલ જિલ્લામાં સ્થિત છે. વિસ્થાપિત સમ્મપતિ ન્યાસ બોર્ડના પ્રવક્તા આમિર હાશમીએ પ્રેટ્રે જણાવ્યું કે, વાઘા બોર્ડરથી થઇને 82 જેટલા હિન્દુ તીર્થયાત્રીઓ શુક્રવારે લાહોર પહોંચ્યા હતા અને શનિવારે ચુસ્ત પોલીસ સુરક્ષા વચ્ચે કટાસરાજ માટે રવાના થયા હતા.
વાઘા બોર્ડર પર તીર્થયાત્રીઓનું સ્વાગત બોર્ડના અધિકારીઓ તેમજ પાકિસ્તાન હિન્દુ કાઉન્સિલના નેતાઓએ કર્યું હતું.
હાશમીએ કહ્યું કે, 'હિન્દુ તીર્થયાત્રીઓ રવિવારે મુખ્ય સમારોહમાં સામેલ થશે. સોમવારે તેઓ લાહૌર પરત ફરશે અને એક હિન્દુ સમાધિએ જશે. આ લોકો લાહૌર સ્થિત કૃષ્ણ મંદિરે પણ જશે અને 19 ડિસેમ્બરે ભારત પરત ફરશે.'
આ તીર્થયાત્રીઓના ભારતમાં મુખ્ય આયોજક શિવ પ્રતાપ બજાજે મંદિરની જાળવણી માટે પાકિસ્તાન સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.
બોર્ડ અનુસાર હિન્દુ તીર્થયાત્રી એક વર્ષના અંતર બાદ અહીં પહોંચ્યા છે.