નવી દિલ્હી: રિટેલિંગ કંપનીઓની સંસ્થા રિટેલર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા (આરએઆઈ)એ શનિવારે કહ્યું હતું કે, લોકડાઉન વચ્ચે શહેરમાં સ્વતંત્ર રીતે કરિયાણા ચલાવવાની મંજૂરીની સ્પષ્ટતા કરવાની જરૂર છે. આ દુકાનો ફરીથી ખોલવા માટેના નિયમોમાં વધુ સ્પષ્ટતાની જરૂર છે.
સંગઠનનું કહેવું છે કે, સરકારના હુકમની ભાષાનું અલગ રીતે અર્થઘટન થઈ શકે છે. જેથી સરળતાથી સમજી શકવા માટે દુકાનો ફરીથી ખોલવા માટેના નિયમોમાં વધુ સ્પષ્ટતાની જરૂર છે. સરકારે હાલની સ્થિતિને ધ્યાનમાં રાખીને તમામ પ્રકારના રિટેલ આઉટલેટ્સ ખોલવા વિશે વિચારવું જોઇએ. આ સિવાય લોકડાઉન દરમિયાન જરૂરી ચીજવસ્તુઓનું વેચાણ કરતા છૂટક શોપ્સને ખોલવા જોઈએ.
મહત્વનું છે કે, સરકારે મ્યુનિસિપલ કોર્પોરેશનના રહેણાંક વિસ્તારમાં આવેલી દુકાનો સહિત સ્વતંત્ર રીતે અલગથી ચાલતી દુકાનો ખોલવાની મંજૂરી આપી હતી. જો કે, દુકાનદારોએ ફરજિયાત સાવચેતી રાખવી પડશે, જેમાં 50 ટકા કર્મચારીઓ સાથે પણ કામ કરવાનું રહેશે.