ETV Bharat / bharat

કોવિડ-19ને મ્હાત આપવા મોન્ટેફિયોરે અને આઇન્સ્ટાઇન દ્વારા નવી દવાના સંયોજનનું પરીક્ષણ - નેશનલ ઇન્સ્ટિટ્યૂટ્સ ઓફ હેલ્થ

સંશોધકોને આશા છે કે રેમડેસિવિરને શક્તિશાળી એન્ટિ-ઇન્ફ્લામેટરી સાથે આપવાથી કોવિડ-19ના અત્યંત ગંભીર કેસોની સારવાર શક્ય બની શકે છે. મોન્ટેફિયોરે હેલ્થ સિસ્ટમ અને આલ્બર્ટ આઇન્સ્ટાઇન કોલેજ ઓફ મેડિસિને સંયુક્તપણે એડપ્ટિવ કોવિડ-19 ટ્રિટમેન્ટ ટ્રાયલનો આગામી તબક્કો હાથ ધર્યો છે.

etv bharat
etv bharat
author img

By

Published : Jun 1, 2020, 10:28 AM IST

હૈદરાબાદ: મોન્ટેફિયોરે હેલ્થ સિસ્ટમ અને આલ્બર્ટ આઇન્સ્ટાઇન કોલેજ ઓફ મેડિસિને કોવિડ19ના ગંભીર સંક્રમણ સાથે હોસ્પિટલમાં દાખલ થયેલા લોકો માટે સારવારના વિકલ્પોનું મૂલ્યાંકન કરવા એડપ્ટિવ કોવિડ-19 ટ્રિટમેન્ટ ટ્રાયલ (ACTT)નો આગામી તબક્કો શરૂ કરી દીધો છે.

ACTT 2 તરીકે ઓળખાતી ટ્રાયલની નવી આવૃત્તિ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ્સ ઓફ હેલ્થના ભાગરૂપ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એલર્જી એન્ડ ઇન્ફેક્શિયસ ડિસીઝિસ (NIAID) દ્વારા સહાયતા-પ્રાપ્ત છે.

માર્ચ મહિનામાં મોન્ટેફિયોરે મલ્ટિસેન્ટર ટ્રાયલમાં જોડાનાર ન્યૂયોર્કનું પ્રથમ એકમ હતું, જેણે ઇન્ટ્રાવેનસ અપાતી એન્ટિવાઇરલ દવા રેમડેસિવિરનું મૂલ્યાંકન કર્યું હતું.

આ ટ્રાયલનાં પ્રાથમિક પરિણામો ગયા મહિને જાહેર થયાં હતાં અને શુક્રવારે ન્યૂ ઇંગ્લેન્ડ જર્નલ ઓફ મેડિસનમાં પ્રકાશિત થયા હતા, આ પરિણામોએ દર્શાવ્યું હતું કે, કોવિડ-19ના જે દર્દીઓને રેમડેસિવિર આપવામાં આવી હતી, તેઓ સરેરાશ 11 દિવસમાં સાજા થઇ ગયા હતા, જ્યારે તેની તુલનામાં અન્ય દર્દીઓને 15 દિવસનો સમય લાગ્યો હતો – આ આંકડાકીય રીતે એક નોંધપાત્ર સુધારો છે. ક્લિનિકલ ટ્રાયલના 1,063 સહભાગીઓમાંથી 91 સહભાગીઓ, આશરે 10 ટકા જેટલા સહભાગીઓ મોન્ટેફિયોરે અને આઇન્સ્ટાઇનમાંથી હતા.

રેમડેસિવિરનાં આશાસ્પદ પરિણામોને પગલે આ ટ્રાયલ હવે રેમડેસિવિરના બેરિસિટિનિમ અથવા પ્લેસબો સાથેના સંયોજન પર અભ્યાસ કરી રહી છે.

બેરિસિટિનિબું વેચાણ રૂમેટોઇડ આર્થરાઇટિસ સાથે સંકળાયેલા ઇન્ફ્લેમેશનને ઘટાડવા માટે કરવામાં આવે છે. સંશોધકો જાણવા ઇચ્છે છે કે, બેરિસિટિનિબને રેમડેસિવિર સાથે આપવાથી, જ્યારે કોવિડ-19 ધરાવતા લોકોની રોગપ્રતિકારક શક્તિ કોરોનાવાઇરસ ઇન્ફેક્શન સામે પ્રતિક્રિયા આપે, ત્યારે તે લોકોનાં ફેફસાં અને શરીરના અન્ય ભાગોને ગંભીરપણે પ્રભાવિત કરી દેતા હાઇપર-ઇન્ફ્લામેટરી સાઇટોકાઇન સ્ટોર્મને ખાળી શકે છે અથવા તો ઘટાડી શકે છે કે કેમ.

આઇન્સ્ટાઇન ખાતે એમ.ડી, પ્રોફેસર ઓફ મેડિસિન તથા મોઝિસ ડિવિઝન ઓફ મોન્ટેફઇયોરે હેલ્થ સિસ્ટમ ખાતે ઇન્ફેક્શિયસ ડિસિઝીસના ક્લિનિકલ ડિરેક્ટર બેર્રી ઝિંગમેને જણાવ્યા મુજબ, “અમારી ચિંતાનો વિષય એ છે કે, કેટલાક લોકોમાં કોરોના વાઇરસ સામેનો રોગપ્રતિકારક પ્રતિસાદ સ્વયં સંક્રમણ કરતાં વધુ ઘાતક સાબિત થઇ શકે છે અને હજી સુધી તે માટેની સારવાર અંગે કોઇ જાણકારી પ્રવર્તતી નથી. અમારી ટ્રાયલમાં બેરિસિટિનિબ સામેલ કરવાથી કોવિડ-19 સંબંધિત ઇન્ફ્લેમેશનમાં ઘટાડો થઇ શકે છે અને રેમડેસિવિર સાથે બેરિસિટિનિબનું સંયોજન કરવાથી આ મહામારીથી ગંભીરપણે પ્રભાવિત થનારા લોકો માટે સારવારનો વવધુ અસરકારક વિકલ્પ પ્રાપ્ત થઇ શકે છે.”

ડો. ઝિંગમેને મોન્ટેફિયોરે ખાતે રેમડેસિવિરના મૂળ અભ્યાસનું નિરીક્ષણ કર્યું હતું અને તેઓ ACTT 2નું સંચાલન કરી રહ્યા છે.

ACTT 2માં જેમને પ્રવેશ આપવામાં આવ્યો છે, તેવા દર્દીઓને લેબોરેટરી દ્વારા કોરોનાવાઇરસનું ઇન્ફેક્શન હોવાની પુષ્ટિ કરવામાં આવી છે અને સાથે જ તેમને ફેફસાંમાં તકલીફ, શ્વાસ લેતી વખતે ઘરઘરાટ થવો, વધારાના ઓક્સિજનની જરૂર, ન્યૂમોનિયા દર્શાવતા છાતીના અસાધારણ એક્સ-રે અથવા તો મિકેનિકલ વેન્ટિલેટરની જરૂરિયાત સાથે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તમામ દર્દીઓને 10 દિવસ સુધી ઇન્ટ્રાવેનસ રીતે રેમડેસિવિર આપવામાં આવશે. તે પૈકીના અડધા દર્દીઓને 14 દિવસ સુધી બેરિસિટિનિબ મોં વાટે પણ આપવામાં આવશે અને બાકીના અડધા લોકોને 14 દિવસ સુધી આઇડેન્ટિકલ પ્લેસબો આપવામાં આવશે.

રેમડેસિવિર ગાયલિડ સાયન્સિસ દ્વારા વિકસાવાઇ હતી, જ્યારે બેરિસિટિનિબ ઇલી લિલ્લી એન્ડ કંપની દ્વારા વિકસાવવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.