નવી દિલ્હી: દેશના 18 સાંસદોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ સાંસદોમાં ભાજપના સાંસદ મીનાક્ષી લેખી, પ્રવેશ સાહિબસિંહ વર્મા, કર્ણાટકના ભાજપના સાંસદ અનંતકુમાર હેગડેનો સામેલ છે. સંસદનું ચોમાસું સત્ર શરૂ થતાં પહેલા આ સાંસદોનું કોરોના પરીક્ષણ કરવામાં આવ્યું હતું.
સંસદનું ચોમાસું સત્ર આજથી એટલે કે સોમનારથી શરૂ થઈ ગયું છે. કોરોના સંક્રમણને કારણે સંસદમાં ખૂબ સાવચેતી રાખવામાં આવી રહી છે. સંસદની કાર્યવાહીમાં એવા જ સાંસદો ભાગ લેશે, જેમનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. આ સંદર્ભમાં ગૃહની કાર્યવાહીમાં હાજરી આપવા માટે દિલ્હી આવતા તમામ સાંસદો માટે કોરોના પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.
આ દરમિયાન, ભાજપના સાંસદ મીનાક્ષી લેખી, પ્રવેશ સાહિબ સિંહ વર્મા અને અનંતકુમાર હેગડેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેથી આ સાંસદો ગૃહની કાર્યવાહીમાં ભાગ લઈ રહ્યા નથી.
કોરોના પોઝિટિવ સંસદસભ્યોમાં મીનાક્ષી લેખી, પ્રવેશ સાહિબસિંહ વર્મા, અનંતકુમાર હેગડે, સુખબીર સિંહ, ડૉ.સુકાન્તા મજુમદાર, જી.માધવી, પ્રતાપ રાવ જાધવ, જનાર્દનસિંહ સિગ્રીવાલ, હનુમાન બેનીવાલ, વિદ્યુત વરણ મહતો, પ્રદાન બરુઆ, એન.રેડપ્પા, સેલ્વમ.જી, પ્રતાપ રાવ પાટીલ, રામશંકર કથીરિયા, સત્પલસિંહ, રોડમલ નાગર સામેલ છે. આ જ સમયે સાંસદ હનુમાન બેનીવાલે કહ્યું કે, તેમનો રિપોર્ટ ક્યાંક પોઝિટિવ તો ક્યાંક નેગેટિવક આવી રહ્યો છે. આવી સ્થિતિમાં તેણણે કયો રિપોર્ટ સાચો માનવો જોઈએ તેમ પૂછ્યું હતું.