ETV Bharat / bharat

1લી જૂને ચોમાસુ કેરળના સમુદ્ર કિનારે પહોંચશે, દેશમાં આ વર્ષે સામાન્ય વરસાદની સંભાવના - monsoon over Kerala is June 1

હવામાન વિભાગે જણાવ્યું હતું કે ચોમાસું 1 જૂને કેરળમાં પહોંચશે. આ વખતે દેશમાં સામાન્ય વરસાદની સંભાવના છે.

દેશમાં આ વર્ષે સામાન્ય વરસાદની સંભાવના
દેશમાં આ વર્ષે સામાન્ય વરસાદની સંભાવના
author img

By

Published : May 28, 2020, 8:52 PM IST

નવી દિલ્હી: ભીષણ ગરમીથીજલ્દી જ રાહત મળવાની છે. હવામાન વિભાગે આજે જણાવ્યું હતું કે ચોમાસું 1 જૂને કેરળના સમુદ્ર કિનારે પહોંચશે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આ વર્ષે દેશમાં સામાન્ય વરસાદ થવાની સંભાવના છે.

હવામાન વિભાગે એક નિવેદનમાં જણાવ્યું છે કે, "31 મેથી 4 જૂન દરમિયાન દક્ષિણ પૂર્વ અને નજીકના પૂર્વ મધ્ય અરબી સમુદ્રમાં ઓછુ દબાણવાળું ક્ષેત્રની રચના થઈ શકે છે. આ સ્થિતિ 1 જૂને કેરળમાં ચોમાસા લાવવા માટે અનુકૂળ છે."

હવામાન વિભાગે 15 મેના રોજ જાહેર કરેલી આગાહીમાં જણાવ્યું છે કે 5 જૂને ચોમાસુ દક્ષિણ રાજ્યમાં ત્રાટકશે. તે ચોમાસાની સામાન્ય તારીખ કરતા ચાર દિવસ પછીની તારીખ છે.

કેરળમાં ચોમાસું સામાન્ય રીતે 1 જૂનથી શરુ થાય છે. જો કે, બંગાળની ખાડી ઉપર ચક્રવાતની સ્થિતિના નિર્માણને કારણે ચોમાસાની ગતિમાં મદદ કરે તેવી સંભાવના છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.