પવારે આ અહેવાલોને ફગાવી દીધો હતો કે, મોદી સરકારે તેમને દેશના રાષ્ટ્રપતિની બનાવવાની ઓફર કરી હતી. તેમણે કહ્યું કે, 'પરંતુ મોદીના નેતૃત્વવાળા મંત્રીમંડળમાં સુપ્રિયા (સુલે)ને પ્રધાન બનાવવાનો પ્રસ્તાવ જરૂર મળ્યો હતો'
સુપ્રિયા સુલે પવારની પુત્રી છે અને પૂણે જિલ્લામાં બારામતીથી લોકસભાના સદસ્ય છે.
પવારે કહ્યું કે, તેમણે મોદીને સ્પષ્ટ કહિ દીધું હતુ કે, તેમના માટે વડાપ્રધાનની સાથે મળીને કામ કરવું સંભવ નથી.
પવારે સોમવારના રોજ ખાનગી ચેનલમાં કહ્યું કે, 'મોદીએ મને સાથે મળીને કામ કરવાનો પ્રસ્તાવ આપ્યો હતો. મે તેમને કહ્યું કે, આપણા અંગત સંબંધો ખૂબ જ સારા છે અને રહેશે પરંતુ મારા માટે સાથે મળીને કામ કરવું યોગ્ય નથી'.
જણાવી દઈએ કે, પવારે મહારાષ્ટ્રમાં સરકારના ગઠનને લઈને ચાલી રહેલા ઘટનાક્રમ વચ્ચે ગયા મહિને દિલ્હીમાં મોદી સાથે મુલાકાત કરી હતી.