નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સાર્ક(SAARC) કોવિડ -19 ઈમરજન્સી ફંડમાં ફાળો આપવા બદલ બાંગ્લાદેશ, શ્રીલંકા અને અફઘાનિસ્તાનનો આભાર માન્યો છે. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદીએ ભૂતકાળમાં સાર્ક(SAARC) દેશોના પ્રતિનિધિઓ સાથે કોરોના વાઈરસ અંગે વાત કરી હતી. આ વાતચીતમાં તેમણે કોવિડ -19 ઈમરજન્સી ફંડની દરખાસ્ત કરી અને આ ભંડોળ માટે ભારત તરફથી 10 કરોડ ડોલરની ગ્રાન્ટની જાહેરાત કરી હતી.
વડાપ્રધાન મોદીના પ્રસ્તાવ પર આ ઈમરજન્સી ફંડમાં નેપાળ, માલદીવ અને ભુટાને ફાળો આપ્યો હતો. હવે બાંગ્લાદેશ, શ્રીલંકા અને અફઘાનિસ્તાનનું યોગદાન છે. અફઘાનિસ્તાને 10 લાખ ડોલર, શ્રીલંકાએ 50 લાખ ડોલર અને બાંગ્લાદેશે 15 લાખ ડોલરની જાહેરાત કરી છે.
વડાપ્રધાન મોદીએ એક ટ્વિટ દ્વારા અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગનીના 10 મિલિયન ડોલર ફાળો બદલ આભાર માન્યો. બીજા ટ્વીટમાં PM મોદીએ શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેને 50 મિલિયન ડોલર ફાળો બદલ આભાર માન્યો. PMએ લખ્યું કે, પરસ્પર સહયોગથી અમે આ રોગ સામે લડવામાં સક્ષમ થઈશું.
પીએમ મોદીએ એક બીજા ટ્વિટમાં બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાનો પણ આભાર માન્યો. તેમણે લખ્યું કે, આ દુર્ઘટના ભંડોળમાં 15 લાખ ડોલરના ફાળા બદલ હું વડાપ્રધાન શેખ હસીનાનો આભારી છું. સાથે મળીને કામ કરીને અમે કોવિડ -19 સંબંધિત તમામ પડકારોનો સામનો કરીશું.