મોદીએ કહ્યું હતું કે, મીડિયામાં એવી ખબર ચાલી રહી છે કે, ઉમર અબ્દુલાએ કહ્યું છે કે, કાશ્મીર માટે અલગ વડાપ્રધાન હોવા જોઈએ.
વડાપ્રધાને સવાલ કર્યો હતો કે, શું હિન્દુસ્તાનમાં બે વડાપ્રધાન હોવા જોઈએ. શું તમે આ બાબતે સહમત શો ? કોંગ્રેસ તથા મહાગઠબંધનને આ અંગે જવાબ આપવો જોઈએ. શું કારણ છે તથા તેમને આવું બોલવાની હિમ્મત ક્યાંથી આવી ?
મોદીએ એમ પણ ઉમેર્યું હતું કે, તમે પાછા 1953માં લઈ જવા માંગો છો.
ભાજપ નેતાઓની ધારા 370 ખતમ કરવાના પક્ષને લઈ અબ્દુલાએ વર્ષો પહેલા વડાપ્રધાન બનવાની વાતનો ઉલ્લેખ કર્યો હતો.
વડાપ્રધાને આ બાબતે મમતા બેનર્જી, આંધ્રના ચંન્દ્રબાબૂ નાયડૂ, દેવગૌડા જેવા નેતાઓને લલકાર આપ્યો છે અને કહ્યું કે, તમે દેશની સામે જવાબ આપો કે, તમે આ બાબતે સહમત છો.
વડાપ્રધાન મોદીએ જવાબ આપતા કહ્યું હતું કે, અલગાવવાદી તથા આતંકવાદી ઈચ્છે છે કે, કાશ્મીરના બે ભાગ થઈ જાય. ભારત તેને ક્યારે નહીં સ્વિકારે.