દર્શકો પર નજર રાખતી એક ટેલીવિઝન એજન્સીએ આ આંકડાઓ આપી ખુલાસો કર્યો છે.
આ એજન્સીના જણાવ્યા અનુસાર મોદીને ન્યૂઝ ચેનલમાં 722 કલાકથી પણ વધારે સમય માટે બતાવામાં આવ્યા હતાં. તો સામે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને ફક્ત 252 કલાકનો જ સમય મળ્યો હતો.
1થી 28 એપ્રિલ દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની 65 રેલી થઈ હતી. જ્યારે વડાપ્રધાન મોદીની તેમના કરતા એક રેલી ઓછી કરેલી છે. તેમ છતાં પણ મોદી રાહુલ કરતા ટીવીમાં વધારે જગ્યા મેળવવામાં સફળ રહ્યા છે.
આ બાજુ અમિત શાહને ટીવી પર 124 કલાકનો સમય મળ્યો હતો. તો કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીને ન્યૂઝ ચેનલમાં 84 કલાકનો સમય મળ્યો હતો.
બસપા સુપ્રીમો માયાવતીને ટીવી ન્યૂઝ ચેનલમાં 85 કલાકનો સમય મળ્યો છે.
ટીવી ચેનલોએ ટારગેટીંગ રેટીંગ પોઈન્ટને ધ્યાને રાખી વડાપ્રધાન મોદીને વધારે સમય આપ્યો છે.