ETV Bharat / bharat

પોલીસ સ્મૃતિ દિવસ: વડાપ્રધાન મોદીએ કહ્યું પોલીસનું યોગદાન સર્વશ્રેષ્ઠ - રાષ્ટ્રીય પોલીસ સ્મારક

આજે પોલીસ સ્મૃતિ દિવસ છે. આ તકે વડાપ્રધાન મોદી અને ગૃહપ્રધાન અમિત શાહે રાષ્ટ્રીય પોલીસ સ્મારક પર શહિદોને શ્રદ્ધાજંલિ આપી હતી.

પોલીસ સ્મૃતિ દિવસ
પોલીસ સ્મૃતિ દિવસ
author img

By

Published : Oct 21, 2020, 10:52 AM IST

નવી દિલ્હી : કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે પોલીસ સ્મૃતિ દિવસ પર રાષ્ટ્રીય પોલીસ સ્મારક પર શ્રદ્ધાજંલિ આપી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે, અત્યારસુધીમાં 35,398 કર્મીઓ શહિદ થયા છે. હું બધા શહિદના પરિવારને કહેવા માંગીશ કે, આ સ્માર્ક (રાષ્ટ્રીય પોલીસ સ્મારક) માત્ર ઈંટ, પથ્થર અને સીમેન્ટથી બનેલું નથી. દેશ આજે શાંતિથી નીંદર કરી શકે છે તો તે તમારા પરિવારના કારણે સંભવ છે.

નાગરિકોની મદદ માટે તેમના પરિશ્રમ અને તત્પરતા પર ગર્વ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ત્તકે ટ્વિટ કરી કહ્યું કે,ડિઝાસ્ટર મેનેજમેન્ટ સહાયને લઈ કોવિડ-19 અને ગુનાઓ ઉકેલવા માટે કાયદો વ્યવસ્થા બનાવી રાખવા આપણા પોલીસકર્મી કોઈ સંકોચ વગર તેમનું સર્વશ્રેષ્ઠ કાર્ય કરે છે. નાગરિકોની મદદ માટે અમને તેમના પરિશ્રમ અને તત્પરતા પર ગર્વ છે.

PM મોદીએ કહ્યું પોલીસનું યોગદાન સર્વશ્રેષ્ઠ

ઓક્ટોબર 2020 સુધી 125 ગુનેગાર માર્યા ગયા અને 2,607 ઘાયલ

ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે લખનઉમાં પોલીસ લાઈનમાં આયોજિત પોલીસ સ્મૃતિ દિવસ પરેડમાં ભાગ લીધો હતો. તેમણે કહ્યું કે, અમારી સરકારની ગુના અને ગુનેગારો પ્રત્યે ટૉલરેન્સની નીતિ છે. જેના પરિણામે ગુનેગારો વિરુદ્ધની કાર્યવાહી દરમિયાન 20 માર્ચ 2017થી 5 ઓક્ટોબર 2020 સુધી 125 ગુનેગાર અથડામણમાં માર્યા ગયા અને 2,607 ઘાયલ થયા છે.

ઉદ્ધવ ઠાકરે પોલીસ સ્મૃતિ દિવસ પરેડમાં ભાગ લીધો

મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે મુંબઈના નાયગાંમમાં પોલીસ હેડક્વાર્ટરમાં પોલીસ સ્મૃતિ દિવસ પરેડમાં ભાગ લીધો હતો અને શહિદ પોલીસકર્મીઓને શ્રદ્ધાંજલિ આપી હતી.તો આંધપ્રદેશના મુખ્યપ્રધાન વાયએસ જગનમોહન રેડ્ડીએ વિજયવાડામાં પોલીસ સ્મૃતિ દિવસની પરેડમાં ભાગ લીધો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.