સુત્રોના જણાવ્યાં અનુસાર સરકારે તેના આદેશમાં કહ્યું છે કે, કોઇ પણ અલગાવવાદી નેતાને સુરક્ષા દળ હવે કોઈ પણ પ્રકારનું રક્ષણ આપશે નહીં. આ ઉપરાંત હાલમાં તેમને સરકાર દ્વારા જે પણ વધારાની સુવિધાઓ મળી રહી હોય તેને પણ તાત્કાલિત રદ્દ કરવામાં આવશે.
હકીકતમાં સરકારે આ નિર્ણય કેંન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથ સિંહના નિવેદન આપ્યા બાદ લીધો હતોં. જેમાં તેઓએ કહ્યું હતું કે સરકારે પાકિસ્તાન અને તેની એજન્સિ ISIના ઇશારા પર કામ કરી રહેલા લોકોની સુરક્ષા પર ફરી વિચારવું જોઇએ.
શુક્રવારે મળેલી પ્રેસ કોન્ફરન્સમાં નેતાઓ સહિત અલગવાદીઓના પરોક્ષનો ઉલ્લેખ કરતાં કહ્યું કે પાકિસ્તાન અને ISI પાસેથી પૈસા લેનાર લોકોને આપેલી સુરક્ષા પર ફરી વિચાર કરવામાં આવવો જોઇએ.