નવી દિલ્હીઃ રાફેલ ડીલ પર સરકારે બુધવારે CAGનો રિપોર્ટ રાજ્યસભામાં પ્રસ્તુત કરવામાં આવ્યો. તેમાં જણાવવામાં આવ્યું કે, માદી સરકારના રાફેલ સોદો UPA સરકારની તુલનામાં સસ્તા છે. બુધવારે લોકસભામાં બજેટ સત્રનો છેલ્લો દિવસ છે. એવામાં રાફેલ પર વિપક્ષના પ્રહારનો જવાબ દેવા માટે કેન્દ્ર સરકારની પાસે પોતાનો બચાવ કરવાનો મોકો છે.
કોંગ્રેસ પાર્ટી તરફથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર સતત આરોપ લગાવી રહ્યા છે કે, મોદીએ ડીલમાં અનિલ અંબાનીને ફાયદો કરાવ્યો છે. હાલમાં આ મામલે કોંગ્રેસે સંસદમાં સ્થગિત પ્રસ્તાવ આપ્યો છે. બુધવારે રાજ્યસભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ દરમિયાન બોલી શકે છે.
સુત્રોના જણાવ્યા મુજબ રિપોર્ટમાં કિંમતનો કોઈ ઉલ્લેખ નથી. પરંતુ આ સોદા દરમિયાન બજારમા શું હાલત છે, બજારમાં કેવી રીતે કિંમત ચાલી રહી છે. તેનો ઉલ્લેખ જરૂરી છે.
CAGનો રિપોર્ટમાં રાફેલ સિવાય સરકારના અન્ય ખર્ચાનું પણ ઓડીટ છે. આ રિપોર્ટ મુજબ નાંણા પ્રધાનના 2017-18માં આવંટિત બજેટમાં 1,157 કરોડ રૂપિયા વધારે ખર્ચ કર્યો છે. આ ખર્ચા માટે સંસદની પરવાનગી લેવામાં આવી નથી. કૈગના રિપોર્ટમાં જણાવ્યું છે કે, 2017-18 દરમિયાન સંસદની પરવાનગી લીધા વગર 1,156.80 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે.
સંસદીય કાર્ય નાંણા મંત્રાલય અને અતિરિક્ત દિશા-નિર્દેશોને જોવામાં આવે તો કોઈ પણ અનુદાન સહાય, સબ્સિડી કે નવી સેવાના પ્રાવધાનને વધારવા માટે પહેલા સંસદની પરવાનગી લેવી પડે છે. PACમાં અનુદાન સહાય અને સબ્સિડી પ્રાવધાન વધારવાના મામલા પર સંબંધિત મંત્રાલયો અને વિભાગો દ્વારા દોષપૂર્ણ અનુમાન અને નાણાકીય નિયમોનું ખામીઓ તરફ ઇશારો કરવામાં આવ્યો છે.
CAGના રિપોર્ટ મુજબ PACની ભલામણો છતાં નાંણા મંત્રાલયે યોગ્ય તંત્ર તૈયાર કરવામાં નથી કરવામાં આવ્યું. જેના કારણે 2017-18માં 13 ગ્રાન્ટના મામલે સંસદની મંજૂરી વિના કુલ 1,156.80 કરોડ રૂપિયા વધારે ખર્ચ કર્યા છે.