આ તે જ 7 યોજનાઓનાઓ છે જેનાથી PM મોદીએ લોકોના દિલ જીતી લીધા છે, આવો જાણીએ સમગ્ર યોજનાઓ વિશે
1. આયુષ્માન યોજના
મોદી સરકારની "આયુષ્માન ભારત" સ્વાસ્થ્ય સેવાના વિસ્તારમાં એક ક્રાંતિકારી યોજના તરીકે બહાર આવી છે. આ યોજના હેઠળ 10 કરોડથી પણ વધુ પરિવારો અથવા 50 કરોડ લોકોને વર્ષની 5 લાખ રૂપયા સુધી ફ્રી માં સ્વાસ્થ્ય વીમો આપવામાં આવે છે.
2. PM કિસાન યોજના
લોકસભા ચૂંટણી પહેલા અંતિમ બજેટ રજુ કરતા મોદી સરકારે કિશાન યોજનાની જાહેરાત કરી હતી. તેને મોદી સરકારનો માસ્ટર સ્ટ્રોક માનવામાં આવે છે. આ યોજના હેઠળ મોદી સરકારની શરતોની સાથે કિશાનોને ત્રણ તબક્કે વર્ષમાં 6000 રૂપયા આપી રહી છે. આ યોજનાનાનો લાભ એ કિશાનોને મળે છે જે 5 એકર જમીન પર ખેતી કરી રહ્યા હોય.
3. સુરક્ષા વીમા યોજના
આ પણ એક વીમા પોલિસી છે. જેમાં વર્ષે 12 રૂપયા કટ થાય છે. વીમો ખરીદનાર ગ્રાહકનું એક્સિડેંટ માં મૃત્યુ થવા પર, વિકલાંગ થવાની સ્થિતિમાં 2 લાખ રૂપયાની રકમ તેના વારસોને આપવામાં આવે છે. શરતોની જો વાત કરવામાં આવે તો વડાપ્રધાન વીમા યોજનાનો લાભ તેને જ મળશે જેને 18-70 વર્ષ સુધીની ઉંમર હોય.
4. જીવન જ્યોતિ વીમા યોજના
મેં 2015માં મોદી સરકાર આ યોજનાની શરુઆત કરી હતી. આ યોજના હેઠળ 2 લાખ રૂપયાનો વીમો મળે છે. આ યોજનો લાભ 18 થી 50 વર્ષ સુધીની ઉંમરના લોકોને મળી શકશે. આ પોલિસીની મેચ્યોરિટીની ઉમર 55 વર્ષ સુધીની છે. આ યોજનાને દર વર્ષે રિન્યુ કરાવવી પડે છે. જેનુ વર્ષે પ્રીમિયમ માત્ર 330 રૂપયા કટ થાય છે.
5. વડાપ્રધાન ઉજ્વલા યોજના
આ યોજના હેઠળ અત્યાર સુધીમાં 7 કરોડ ફ્રી મા LPG કનેક્શન આપવામાં આવ્યા છે. આ યોજનાએ ગરીબ પરીવારોના દીલ જીતી લીધા છે. આ યોજનાની શરૂઆત 1 મે 2016માં થઇ હતી.
6. વડાપ્રધાન સૌભાગ્ય યોજના
આ યોજના હેઠળ મોદી સરકાર દરેક ધરને રૌશન કરવાના લક્ષ્ય પર કામ કરી રહી છે. યોજનાનો મુખ્ય ઉદેશ દેશના દરેક ગામમાં, દરેક શહેરમાં વીજળી આપવાનો છે. માર્ચ 2019 સુધી સરકારે 99.93 % સુધીનો લક્ષ્ય હાંસલ કરી લીધો છે.
7. વડાપ્રધાન આવાસ યોજના
મોદી સરકારે ગરીબોને સસ્તામાં ધર આપવા વડાપ્રધાન આવાસ યોજનાની શરૂઆત કરી હતી. આ યોજના બે ભાગોમાં 300થી વધારે શહેરોમાં ફેલાય છે. 2015માં શરૂ કરેલ આ યોજના હેઠળ સરકારે 2022 સુધી બધા જ લોકોને ઘર આપવાનું લક્ષ્ય છે.