કોલકાતા: TMC એ મંગળવારે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 3 મે સુધી લૉકડાઉન વધારવાની જાહેરાત કરવાના સંબોધનમાં અર્થવ્યવસ્થાના પુનરુત્થાન માટે માર્ગ નકશા આપવામાં નિષ્ફળ ગયા છે.
TMC ના વરિષ્ઠ નેતા અને સાંસદ સૌગતા રોયે જણાવ્યું કે, "વડા પ્રધાને લૉકડાઉન લંબાવા અંગે માત્ર જાહેરાત કરી જે દરેકને ખબર હતી કે, લૉકડાઉન વધારવામાં આવશે. લોકો તો દેશની લથડતી આર્થવ્યવસ્થાની સ્થિતિના નિવારણ અંગે જાણવા માગતા હતા. દેશ રાહ જોઈ રહ્યો હતો કે, વડાપ્રધાન એક માર્ગદર્શિકા અને અર્થવ્યવસ્થા કેવી રીતે પુનર્જીવિત થશે અને અસંગઠિત અને કૃષિ ક્ષેત્રોને કેવી રીતે મદદ કરવામાં આવશે તેના દૃષ્ટિકોણ વિશે વાત કરશે પરંતુ તે આમ કરવામાં નિષ્ફળ ગયા છે.
રોયે કહ્યું, 'અમને લાગ્યું કે તે ગરીબ, પરપ્રાંતિય મજૂરો અને પાકની કાપણી માટે રાહ જોઈ રહેલા ખેડૂતોની મુશ્કેલીઓ ઘટાડવા માટે કેટલાક નક્કર પગલાની જાહેરાત કરશે, પરંતુ આ પ્રકારનું કંઈ જાહેર કરવામાં આવ્યું નથી.'
મોદીએ જાહેરાત કરી કે, લૉકડાઉન 3 મે સુધી લંબાવવામાં આવશે, ભારપૂર્વક જણાવ્યું હતું કે, કોરોના વાઈરસના ફેલાવાને રોકવા માટે તે જરૂરી પગલું છે. નોંધનીય છે કે, 25 માર્ચથી અમલમાં આવેલા રાષ્ટ્રવ્યાપી લૉકડાઉનની મુદત 14 એપ્રિલના રોજ સમાપ્ત થવાની હતી.