ટેકાના ભાવ 85 રૂપિયા પ્રતિ ક્વિંટલ વધારો કરાયો છે. હવે અનાજનો ભાવ 1835 રૂપિયા ક્વિંટલ થઈ ગયો છે. કેબિનેટ દ્વાર અનાજ ઉપરાંત 13 અન્ય પાકના ટેકાના ભાવમાં વધારો કર્યો છે.
મકાઈ, બાજરી, મગફળી, તૂવેર સહિતના પાકોમાં MSPના વધારાનો નિર્ણય લેવાયો છે. ગયા વર્ષે જુલાઈમાં મોદી સરકારે 10 વર્ષમાં પ્રથમવાર અનાજની MSPમાં વધારો કર્યો હતો. ખરીફ પાકોની રોપણી ચોમાસુ આવતા શરૂ થાય છે અને તેની કાપણી ઓક્ટોબરમાં શરૂ થાય છે.
સોયાબીનની કિંમતોમાં 33 રૂપિયા પ્રતિ ક્વિંટલનો વધારો કરાયો છે. જ્યારે સૂરજમુખીની કિંમતમાં 262 રૂપિયા પ્રતિ ક્વિંટલનો વધારો કરાયો છે. તૂવેરની દાળમાં 125 રૂપિયા પ્રતિ ક્વિંટલ અને અડની દાળમાં 100 રૂપિયા પ્રતિ ક્વિંટલનો વધારો કરાયો છે. તલની કિંમતમાં 236 રૂપિયા પ્રતિ ક્વિંટલનો વઘારો કરાયો છે.
ખેડૂત સંગઠનો દ્વારા લાંબા સમયથી MSPના વધારાની માંગ કરવામાં આવી રહી હતી. તેમનું કહેવું છે કે ખેડૂતોને પડતર કિંમત પર ઓછામાં ઓછી દોઢ ગણી વધારે કિંમત મળવી જોઈએ.