- ઓવૈસીની પાર્ટીને BJPની B ટીમ છે : તમ્રધ્વજ સાહુ
- સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોગ્રેસના ઓબ્ઝર્વર છે તામ્રધ્વજ
- આ ચૂંટણીને AIMIMની ગુજરાતમાં એન્ટ્રીરૂપે જોવામાં આવી રહી છે
બિલાસપુર : છત્તીસગઢના ગૃહ પ્રધાન તમ્રધ્વજ સાહુએ AIMIMના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીના નિવેદન પર જવાબ આપતા જણાવ્યું કે, ઓવૈસીની પાર્ટીને BJPની B ટીમ છે. ઓવૈસી પોતે નક્કી કરે કે, તેમને કઇ પાર્ટી સાથે છે. ઓવૈસીની પાર્ટી ભાજપની B ટીમ છે. આ વાત જગજાહેર છે. તેમની પાર્ટી ત્યાં જ પોતાના ઉમેદવારો ઉભા રાખે છે, જ્યાં ભાજપને ફાયદો થતો હોય.
તમ્રધ્વજ સાહુ ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણી ઓબ્ઝર્વર છે
ઓવૈસીએ તાજેતરમાં જ એક નિવેદન આપ્યું હતું કે, કોંગ્રેસ તેમની પાર્ટીને ભાજપની B ટીમ કહે છે. આ એ જ કોંગ્રેસ પાર્ટી છે, જેને હિન્દુ રાષ્ટ્રવાદની વિચારધારાને અપનાવી લીધી છે. તામ્રધ્વજ સાહુને હાઇકમાન્ડે આગામી સમયમાં ગુજરાતમાં યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ઓબ્ઝર્વર તરીકેની જવાબદારી સોંપી છે. જ્યારે બીજી તરફ AIMIM અને ભારતીય ટ્રાઇબલ પાર્ટી સાથે ગઠબંધન કર્યું છે. ગુજરાતમાં 21 અને 28 ફેબ્રુઆરીના રોજ સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાશે. આ ચૂંટણીને AIMIMની ગુજરાતમાં એન્ટ્રીરૂપે જોવામાં આવી રહી છે.
રમણ સિંહ પર પણ સાધ્યું નિશાન
તામ્રધ્વજ સાહુએ છત્તીસગઢના પૂર્વ મુખ્યપ્રધાન ડૉ. રમણસિંહના નિવદનનો પણ જવાબ આપતા જણાવ્યું હતું કે, રમણસિંહે પોતાના સત્તાકાળ દરમિયાન થયેલા ગુનાહિત પ્રવૃતિઓના આંકડા પર નજર કરી લે. જો તેમને પોતાના સમયમાં સારા કામો કર્યા હોત તો, આજે આટલી દયનીય હાલત ન હોત. અમે સતત કાર્યવાહી કરી રહ્યા છીએ, જે કારણે કેસ સામે આવી રહ્યા છે. છત્તીસગઢ પોલીસ લાચાર નથી. પોલીસ પૂરી નિષ્ઠાથી પોતાનું કામ કરી રહી છે.