ETV Bharat / bharat

કમલનાથની 'આઈટમ' અભદ્ર ટિપ્પણી પર ઇમરતી દેવીએ આપ્યો જવાબ

કમલનાથની અભદ્ર ટિપ્પણી પર પ્રધાન ઇમરતી દેવીએ વળતો જવાબ આપ્યો છે અને સોનિયા ગાંધી પાસે કમલનાથને કોંગ્રેસ પાર્ટીમાંથી હાંકી કાઢવાની માંગ કરી છે. ઇમરતી દેવીએ કહ્યું કે, આવા લોકોને મધ્યપ્રદેશમાં રહેવાનો કોઈ અધિકાર નથી, જે લોકો મહિલાઓનું સન્માન નથી કરતાં.

કમલનાથ
કમલનાથ
author img

By

Published : Oct 19, 2020, 12:45 PM IST

  • કમલનાથની અભદ્ર ટિપ્પણી
  • કમલનાથની અભદ્ર ટિપ્પણી પર ઇમરતી દેવીનો જવાબ
  • કમલનાથને પાર્ટીમાંથી કાઢવા માગ

ભોપાલ: મધ્યપ્રદેશમાં પેટાચૂંટણીને લઈને બંને પક્ષો એકબીજા પર આકરા પ્રહાર કરી રહ્યા છે. ગ્વાલિયર જિલ્લાના ડબરા વિધાનસભા પહોંચેલા કમલનાથે સુરેશ રાજેના સમર્થનમાં બેઠક યોજીને મધ્ય પ્રદેશ સરકારના પ્રધાન ઇમરતી દેવીને 'આઇટમ' કહ્યું હતું. જેના કારણે ઈમરતી દેવીએ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી પાસે કમલનાથને પાર્ટીમાંથી હટાવવાની માગ કરી છે.

પ્રધાન ઇમરતી દેવીએ માગણી કરી

ઇમરતી દેવીએ કહ્યું કે,જે લોકો મહિલા, એક નારીનું સન્માન નથી કરી શકતા એવા લોકોને મધ્યપ્રદેશમાં રહેવાનો અધિકાર નથી. ઇમરતી દેવીએ વધુમાં કહ્યું કે, "હું કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને માગ કરૂ છું કે કમલનાથને પાર્ટીમાંથી કાઢવામાં આવે." આ દરમિયાન તેમણે કહ્યું મધ્યપ્રદેશમાં એક મહિલાને શક્તિ રીતે ગણવામાં આવે છે. ઘરમાં મહિલાઓ લક્ષ્મી માનવામાં આવે છે અને કમલનાથે આજે સમગ્ર મધ્યપ્રદેશની લક્ષ્મીને ગોળો આપીને અપમાન કર્યું છે. તેમણે કહ્યું કે, સોનિયા ગાંધી મેં માગ કરી છે કે કમલનાથને પાર્ટીમાંથી કાઢી નાખવામાં આવે. આ સાથે તેમણે કહ્યું કે, સોનિયા ગાંધી તમે પણ એક મહિલા છો એક માં છો, શું તમે આ સાંભળી શકશો ?કોઇ તમારી પુત્રી વિશે આવું કહે તો?

  • This is Congress's principle. First, Digvijay Singh had said something about Congress leader Meenakshi Natrajan which I don't remember, now Kamal Nath called BJP's Imarti Devi an 'item' while Ajay Singh called her 'Jalebi'. Congress never respect women: Jyotiraditya Scindia, BJP https://t.co/YSbqd8PHGH pic.twitter.com/V28yxFucpi

    — ANI (@ANI) October 18, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

સિંધિયાએ આપ્યો વળતો જવાબ

આ સાથે જ રાજ્યસભાના સાંસદ જ્યોતિરાદિત્ય સિંધિયાએ પણ પૂર્વ મુખ્યપ્રધાન કમલનાથના નિવેદનને ટ્વિટ કરીને પ્રતિક્રિયા આપી છે. તેઓએ કહ્યું કે, આ કોંગ્રેસનો સિદ્ધાંત છે. અગાઉ, દિગ્વિજય સિંહે કોંગ્રેસ નેતા મીનાક્ષી નટરાજન વિશે કંઇક કહ્યું હતું, જે મને યાદ નથી, હવે કમલનાથે ભાજપના પ્રધાન ઇમરતી દેવીને 'આઇટમ' તરીકે ગણાવ્યા છે. જ્યારે અજયસિંહે તેમને 'જલેબી' કહ્યું હતું. કોંગ્રેસ ક્યારેય પણ મહિલાઓનું સન્માન નથી કરતી.

  • #WATCH Such people (former CM Kamal Nath) have no right to stay in Madhya Pradesh...I demand Congress president Sonia Gandhi to remove him from the party. She is also a woman & a mother, will she tolerate if anybody will say something like this about her daughter?: Imarti Devi pic.twitter.com/h6wir3Yvt7

મુખ્યપ્રધાન શિવરાજ સિંહે કહ્યું- કમલનાથને શરમ આવવી જોઇએ

મુખ્યપ્રધાન શિવરાજ સિંહ ચૌહાણે પણ કમલનાથના નિવેદન પર નિશાન સાધતા કહ્યું કે, કમલનાથને શરમ આવવી જોઈએ, તેમણે માત્ર ઈમરતી દેવી જ નહીં પરંતુ મધ્યપ્રદેશની બહેનો અને પુત્રીઓનું પણ અપમાન કર્યું છે. કમલનાથે એવી મહિલાનું અપમાન કહ્યું છે કે જેમણે લાંબા સમય સુધી કોંગ્રેસમાં સેવા કરી છે. મુખ્યપ્રધાને કહ્યું કે, આ તે દેશ છે જ્યાં દ્રૌપદીનો અનાદર કરવામાં આવ્યો ત્યારે મહાભારત થયું હતું. તે જ રીતે, લોકો દેશની દીકરીનું અપમાન કરવાનું સહન નહીં કરે.

  • It's an insult to not only Imarti Devi but also to MP's daughters/sisters. Kamal Nath is using objectionable words for a daughter who served Congress for so long. It's a country where Mahabharat took place when Draupadi was disrespected. People won't tolerate. Shame on him: MP CM https://t.co/YSbqd8PHGH pic.twitter.com/As4JvhgfLF

    — ANI (@ANI) October 19, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ભાજપનું મૌન ઉપવાસ

પૂર્વ મુખ્યપ્રધાન કમલનાથના નિવેદન બાદ ભાજપે મહિલાઓના સન્માનમાં મૌન ઉપવાસ કરશે. ભોપાલમાં મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણ, ગ્વાલિયરમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ વી.ડી.શર્મા અને ઈન્દોરમાં રાજ્યસભાના સાંસદ જ્યોતિરાદિત્ય સિંધિયા મૌન ઉપવાસ કરશે.

માયાવતીએ કર્યું ટ્વિટ

ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન અને બહુજન સમાજ પાર્ટીના પ્રમુખ માયાવતીએ પણ કમલનાથના નિવેદનની નિંદા કરતા ટ્વિટ કર્યું છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ અને પૂર્વ મુખ્યપ્રધાન દ્વારા અપાયેલી 'અત્યંત મહિલા વિરોધી અશ્લીલ ટિપ્પણી' શરમજનક અને ખૂબ અપમાન જનક છે. આ બાબતને કોંગ્રેસ હાઈકમાન્ડે ધ્યાનમાં લેવું જોઇએ અને તેમણે જાહેરમાં માફી માગવી જોઈએ.

  • 2. साथ ही, कांग्रेस पार्टी को इसका सबक सिखाने व आगे महिला अपमान करने से रोकने आदि के लिए भी खासकर दलित समाज के लोगों से अपील है कि वे एम.पी. में विधानसभा की सभी 28 सीटों पर हो रहे उपचुनाव में अपना वोट एकतरफा तौर पर केवल बी.एस.पी. उम्मीदवारों को ही दें तो यह बेहतर होगा। 2/2

    — Mayawati (@Mayawati) October 19, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

આ છે સમગ્ર મામલો

18 ઓક્ટોબરના રોજ ગ્વાલિયરની ડબરા વિધાનસભામાં કોંગ્રેસ પ્રત્યાશીના સમર્થનમાં પૂર્વ મુખ્યપ્રધાન કમલનાથ સભાને સંબોધિત કરવા પહોંચ્યા હતા. સુરેશ રાજેના સમર્થનમાં સભા કરતા કમલનાથે મધ્યપ્રદેશ શાસનની પ્રધાન ઇમરતી દેવીને આઇટમ કહ્યું હતું. પૂર્વ મુખ્યપ્રધાન કમલનાથે મંચ પર ભાજપ પ્રત્યાશી ઇમરતી દેવી પર નિશાન સાંધતા કહ્યું કે," હું તેમનું નામ શું કામ લઉ તેમ લોકો તેમને સારી રીતે ઓળખો છો. તેમણે કહ્યું કે, મારે જનતાને અગાઉથી જ ચેતવણી આપવાની હતી કે તે કેવી આઇટમ છે."

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.