હરસિમરત પછી મહારાષ્ટ્રના રાજ્યસભાના સાંસદ પીયૂષ ગોયલની મિલકત 95 કરોડ રૂપિયા છે. ગુરૂગ્રામથી ચૂંટાયેલા રાવ ઈન્દ્રજીત સિંહ ત્રીજા સૌથી ધનવાન પ્રધાન છે. તેમની મિલકત 42 કરોડ રૂપિયા જાહેર કરેલ છે. ચૌથા નંબર પર ભાજપના અધ્યક્ષ અને ગાંધીનગરના સાંસદ અમિત શાહ છે, જેમની મિલકત 40 કરોડ રૂપિયા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ સૂચીમાં 46માં નંબર પર છે, જેમની પાસે બે કરોડ રૂપિયાની મિલકત છે. આસરે 10 પ્રધાનોની પાસે મોદીથી ઓછી મિલકત છે. જેમાં બીકાનેરના સાંસદ અર્જુન રામ મેઘવાલ, મઘ્યપ્રદેશના મોરનિયાથી સાંસદ નરેન્દ્ર સિંહ તોમર સામેલ છે. જેમની પાસે બે કરોડ રૂપિયાની મિલકત જાહેર કરી છે.
મુજફ્ફરનગરના સાંસદ સંજીવ કુમાર બાલિયાન, અરૂણાચલ પશ્વિમથી સાંસદ કિરણ રિજૂજૂ અને ઉત્તરપ્રદેશના ફતેહપુરથી સાંસદ સાધ્વી નિરંજન જ્યોતિની મિલકત આસરે એક કરોડ રૂપિયા જાહેર કરી છે.
જે પ્રધાન કરોડપતિ નથી, તેમાં બંગાળની રાયગંજના સાંસદ દેબાશ્રી ચૌધરી (61 લાખ), અસમના ડિબ્રૂગઢના સાંસદ રામેશ્વર તેલી (43 લાખ), કેરલથી સાંસદ વી. મુરલીધરન (27 લાખ), રાજસ્થાનના બાડમેરથી સાંસદ કૈલાશ ચૌધરી (24 લાખ) અને ઓડિશાના બાલાસોરથી સાંસદ પ્રતાપ ચંદ્ર સારંગી (13 લાખ રૂપિયા) સામેલ છે.