ત્યારે, જગુઆર લેન્ડ રોવર (JLR)ના ચીફ એક્ઝિક્યુટિવ રાલ્ફ સ્પેથનું માનવું છે કે, યુવાઓ પરિવહન માટે ઓલા અને ઉબેર જેવી સેવાઓની પસંદગી કરવાથી વાહનોનું વેચાણ ઘટવાની જગ્યાએ વધશે. સ્પેથે તેમ પણ કહ્યું હતું કે, આપણે હંમેશા વસ્તુને હંમેશા કાળી અથવા સફેદ ન જોવી જોઈએ. હું તેને અલગ રીતે જોવ છું. જો તમે લંડન જેવા વિકસીત શહેરોના અનુભવનો અભ્યાસ કરશો તો, ખબર પડશે કે, આ રીતથી વાહનોની માગમાં વધારો થશે.
ચીનમાં કંપની પ્રદર્શન વિશે તેઓએ કહ્યું હતું કે, મને લાગે છે કે, આપણે સાચી દિશામાં આગળ વધીએ છીએ. છેલ્લા ત્રણ વર્ષથી આપણે વાહનોના વેચાણમાં વધારો કરી રહ્યા છીએ. આંતરિક કમ્બશન એન્જિન વિશે તેમણે કહ્યું હતું કે, બેટરી વાહનો લાંબા અંતરની મુસાફરી માટે યોગ્ય નથી. તેથી આપણે આંતરિક કમ્બશન એન્જિન પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.