કોલકાતાઃ પૂર્વી સેના કમાન્ડર લેફન્ટન જનરલ અનિલ ચૌહાણે કહ્યું હતું કે, પૂર્વોત્તર ક્ષેત્રમાં આતંકવાદથી સંબંધિત ઘટઆનોમાં ઘટાડો થયો છે. કોલકાતામાં શુક્રવારે એક પત્રકાર પરિષદ યોજાઈ હતી. જેમાં લેફન્ટને કહ્યું હતું કે, પૂર્વોત્તર ક્ષેત્રમાં ઉગ્રવાદથી સંબધિત ઘટનાઓમાં 12 ટકા ઘટાડો નોંધાયો છે. તેમજ આસામ અને અરુણાચલ પ્રદેશ અને ઉત્તરી નાગાલેન્ડ વચ્ચે હિંસાનું પ્રમાણ ઘટ્યું છે.
આ ઉપરતાં પૂર્વી સેના કમાન્ડર અનિલ ચૌહાણે નાગાલેન્ડ વિશે જણાવ્યું હતું કે, સરકાર નાગા નેશનલ પૉલિટીકલ ગ્રુપ્સ (NNPG) અને NSCNની સાથે વાત કરી રહી છે. તેમને આશા છે કે, આ ચર્ચાનું સરાકારાત્મક પરિણામ આવશે.
તેમણે આગળ વાત કરતાં કહ્યું હતું કે, આસામમાં NDFB, ABSU, આસામ સરકાર અને ભારત સરકારના જૂથો વચ્ચેનો ત્રિપક્ષીય કરાર એક આવકારદાયક પગલું છે. આ બોડો સમસ્યાના કાયમી નિરાકરણ માટે આગામી પગલા તરીકે જોઇ શકાય છે. લેફન્ટન કહ્યું હતું કે, વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર સ્થિતિની સાથે શાંતિ બનાવી રાખવી. હંટરલેન્ડ, આતંકવાદ વિરોધી સ્થિતિ નિયંત્રણમાં છે. અમે વિશ્વાસ છે કે, ભવિષ્યમાં સારી વસ્તુ થશે.