શ્રીનગરઃ ગૃહમંત્રાલયે જમ્મુ-કાશ્મીરમાં તૈનાત અર્ધસૈનિક બળોની 100 કંપનીઓને હટાવવાનો નિર્ણય કર્યો છે. સત્તાવાર સુત્રોએ જણાવ્યું કે, જમ્મુ-કાશ્મીરમાં અર્ધસૈનિક બળને ઘટાડવા માટેનો પ્રસ્તાવ લાંબા સમયથી ચાલી રહ્યો હતો.
મળતી માહિતી મુજબ, નવી દિલ્હીમાં ગૃહ મંત્રાલય દ્વારા એક સુરક્ષા સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. જેમાં લાંબા સમયથી સુરક્ષામાં લાગેલા અર્ધસૈનિક બળને ઓછો કરવાના પ્રસ્તાવ અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો. આ અઠવાડિયાથી જ સૈનિકોના બળને ઘટાડવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
જમ્મુ-કાશ્મીરમાં ધારા-370ને હટાવ્યાના એક વર્ષ બાદ સરકારને અર્ધસાનિક બળ ઘટાડવાનો નિર્ણય કર્યો છે. કારણ ઘાટીમાં હવે મહદઅંશે માહોલ શાંતિપૂર્ણ છે. ગત વર્ષે ધારા-370 હટાવ્યાં બાદ જમ્મુ કાશ્મીરના બે ભાગલા પાડવામાં આવ્યાં હતાં.
મહચ્વનું છે કે, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને કેન્દ્રશાસિત પ્રદેશ તરીકે જાહેર કરવામાં આવ્યાં હતા. જેથી જેતે સમયે કોઈપણ પ્રકારનું વિરોધ પ્રદર્શન કે હિંસા ન થાય અને નાગરિકોના રક્ષણ માટે જમ્મુ કાશ્મીરમાં 38,000 સૈનિકો તૈનાત કરવામાં આવ્યાં હતાં.