નવી દિલ્હી: ગૃહ મંત્રાલયે રાજય સરકારોને નિર્દેશ કર્યો છે કે, તબલીગી જમાતના કાર્યક્રમમાં હાજર રહેલા રોહિંગ્યા મુસલમાનોને શોધવાનું કાર્ય કરે. તેમજ એ લોકોનાં સ્ક્રિનિગ કરે. સાથે જ જમાતના કાર્યક્રમમાં હાજર રહેલા અન્ય લોકોની પણ તપાસ કરવા ગૃહ મંત્રાલયે રાજ્ય સરકારોને જણાવ્યું છે.
હૈદરાબાદમાં રહેતા રોહિંગ્યાએ મેવાત, હરિયાણામાં તબલીગી જમાતમાં ભાગ લીધો હતો. તેમજ નવી દિલ્હીમાં નિઝામુદ્દીન મરકજ કાર્યક્રમમાં પણ ગયા હતા. આ ઉપરાંત તબલીગી જમાતમાં ભાગ લીધા બાદ રોહિંગ્યા મુસલમાનની હાજરી પણ હાલમાં જ જમ્મુ-કાશ્મીરના દેરાબાસી, પંજાબ અને જમ્મુ-કાશ્મીર ક્ષેત્રમાંથી આવી છે.
ભારતમાં લગભગ 40,000 રોહિગ્યા છે. તેમજ 17,500 શરણાર્થીઓ યુનાઇટેડ નેશન્સના હાઇ કમિશ્નર (UNHCR ) માં શરણાર્થી તરીકે નોંધાયેલા છે.