જમ્મુ કાશ્મીરમાં પુલવામામાં થયેલા આતંકવાદી હુમલામાં 40 જવાનો શહિદ થવાની ઘટના બાદ ગૃહમંત્રાલયે ગુરુવારે એક આદેશ જાહેર કરી આ જાણકારી આપી હતી.
આ આદેશમાં કહેવાયું છે કે, કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ ફોર્સના તમામ કર્મચારીઓ દિલ્હી-શ્રીનગર, શ્રીનગર-દિલ્હી, જમ્મુ-શ્રીનગર અને શ્રીનગર-જમ્મુ સેક્ટર પર હવાઈ યાત્રાની મંજૂરી આપવામા આવી છે.
આ આદેશ મુજબ હવે કોન્સટેબલ, હેડ કોન્સટેબલ તથા સહાયક અને ઉપ નિરિક્ષક રેંકનાં લગભગ 7.8 લાખ અર્ધ સૈનિકના જવાનોને તુરંત લાભ મળશે જે અગાઉ મળતો નહોતો.
આ નિવેદનમાં એવું પણ સામેલ કરાયું છે કે, આ યાત્રા રજા પર ઘરે જતાં તથા પરત ફરતી વખતે તેનો ઉપયોગ કરી શકશે.