રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) National Security Advisor અજીત ડોભાલે અયોધ્યા વિવાદ પર નિર્ણય આવ્યા બાદ રવિવારના રોજ તેમના નિવાસ સ્થાન પર શીર્ષ ધર્મગુરુઓની સાથે બેઠક કરી હતી.આ બેઠકમાં બાબા રામદેવ, સ્વામી પરમાત્માનંદ, શિયા ધર્મગુરુ મૌલાના કલ્બે સહિત ધર્મગુરુ ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન રામ મંદિર નિર્માણને લઈ ચર્ચા થવાની સંભાવના જોવા મળી રહી છે.
આ પહેલા સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો હતો કે, વિવાદિત ભૂમિ રામલલા વિરાજમાનને આપવામાં આવશે. અને મસ્જિદ નિર્માણ માટે સુન્ની વફ્ફ બોર્ડના અયોધ્યામાં 5 એકર જમીન અલગ આપવામાં આવશે.
સુપ્રીમ કોર્ટે કહ્યુ કે, વિવાદિત 2.77 એકર જમીન કેન્દ્ર સરકારના હસ્તક રહેશે. કેન્દ્ર અને ઉત્તરપ્રદેશ સરકાર ને મંદિર બનાવવા માટે 3 મહિનામાં એક ટ્રસ્ટ બનાવવાનો પણ કોર્ટે નિર્દેશ કર્યો હતો.