ETV Bharat / bharat

MDH મસાલાના માલિક મહાશય ધર્મપાલ ગુલાટીનું હાર્ટ-અટેકથી નિધન

MDH મસાલાની જાહેરાતમાં દેખાતા MDHના માલિક મહાશય ધર્મપાલ ગુલાટીનું આજે નિધન થયું છે. દેશના મસાલા ઉદ્યોગમાં MDH સૌથી મોટું નામ છે.જાણકારી અનુસાર આજે વહેલી સવારે ધર્મપાલ ગુલાટીને હાર્ટ-અટેક આવતા તેમનું નિધન થયું છે.

MDH મસાલાના માલિક
MDH મસાલાના માલિક
author img

By

Published : Dec 3, 2020, 7:59 AM IST

Updated : Dec 3, 2020, 11:37 AM IST

  • મસાલા કિંગ ધર્મપાલ ગુલાટીનું 101 વર્ષની વયે નિધન
  • ધર્મપાલ ગુલાટીનો જન્મ પાકિસ્તાનના સિયાલકોટ
  • એમડીએચ કંપનીની 80 ભાગેદારી ગુલાટી પાસે

નવી દિલ્હી : મહાશય ધર્મપાલ ગુલાટીને સૌ કોઈ જાણે છે. મસાલા કિંગ ધર્મપાલ ગુલાટીનું 101 વર્ષની વયે નિધન થયું છે. તેમણે માતા ચંદન દેવી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. આજ સવારે 6 કલાકે તેમના નિધનની જાણકારી ધર્મપાલ ગુલાટીના પરિવારે આપી હતી. આપને જણાવી દઈએ કે, ગુલાટી વસંત વિહારમાં રહેતા હતા.

પોતાના જીવનમાં ખુબ જ સંધર્ષ કર્યો

દુનિયાભરમાં તેમના મસાલાથી ઓળખ મળવનાર ધર્મપાલ ગુલાટીની જીંદગીમાં ખુબ જ ચડાવ-ઉતાર આવ્યા હતા.એમડીએચ મસાલાની જાહેરાતમાં જોવા મળતા એમડીએચના માલિક ચન્ની લાલ એક સફળ ઉદ્યોગપતિ હતા. તેમણે પોતાની જીવનમાં ખુબ જ સંધર્ષ કર્યો હતો. તેઓ મહાશય જીના નામથી પણ જાણીતા હતા ધર્મપાલ ગુલાટીનો જન્મ પાકિસ્તાનના સિયાલકોટમાં વર્ષ 1923ના મૌહલ્લા મિયાનપુરમાં થયો હતો.

એમડીએચ કંપનીની 80 ભાગેદારી ધર્મપાલ ગુલાટી પાસે

ધરમપાલ ગુલાટીએ તેમના જીવનમાં ખુબ જ સંઘર્ષ બાદ ટોચનું સ્થાન મળ્યું હતુ.મહાશયજીના નામથી જાણીતા ધર્મપાલ ગુલાટીનો જન્મ પાકિસ્તાનના સિયાલકોટમાં વર્ષ 1923માં થયો હતો.ધર્મપાલ ગુલાટીએ 1956માં એમડીએચની સ્થાપના કરી હતી. આજે દુનિયાના કેટલાક શહેરોમાં એમડીએચની બ્રાન્ચ છે. એમડીએચ કંપનીની 80 ભાગેદારી ધર્મપાલ ગુલાટી પાસે છે.ધર્મપાલ ગુલાટીને ગત્ત વર્ષ વેપાર અને ઉદ્યોગ ફૂડ પ્રોસેસીંગ ક્ષેત્રમાં યોગદાન માટે ભારત સરકારે પદ્મ ભૂષણ પુરસ્કારથી સન્માનિત કર્યા હતા.

અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરી દુખ વ્યક્ત કર્યું

દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરી દુખ વ્યક્ત કર્યું હતુ. તેમણે લખ્યું કે, ધર્મપાલજી ખુબ જ પ્રેરણાદાયક વ્યક્તિત્વ હતા. તેમણે પોતાનું જીવન સમાજ માટે સમર્પિત કર્યું હતુ. ભગવાન તેમની આત્માને શાંતિ આપે.દિલ્હીના ડેપ્યુટી સીએમ મનિષ સિસોદીયાએ પણ ટ્વિટ કરી કહ્યું કે, ભારતના સૌથી પ્રેરક ઉદ્યમી એમડીએચ માલિક ધર્મપાલનું આજે સવારે નિધન થયું છે. ભગવાન તેમની આત્માને શાંતિ આપ.

જાણકારી અનુસાર આજે વહેલી સવારે ધર્મપાલ ગુલાટીને હાર્ટ-અટેક આવતા તેમનું નિધન થયું છે. ધર્મપાલ ગુલાટીની કોરોના સંક્રમણ બાદ સારવાર ચાલી રહી હતી.

Last Updated : Dec 3, 2020, 11:37 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.